સ્માર્ટ વિલેજ, આદર્શ ગામ, ગોકુળિયું ગામ જેવા શબ્દો આપણા કાને અવારનવાર પડતા હોય છે, ત્યારે ઊંચા પર્વતોની હારમાળા અને જગલની વચ્ચે આવેલું ગોકુળિયા ગામ સમાન એટલે ધજ ગામ.
સુરતથી ૭૦ કિમી અને માંડવી તાલુકા મથકથી ૨૭ કિલોમીટર અંતરે માલધા ગ્રુપ ગ્રામપંચાયતની હદમાં ધજ ગામ આવે છે. ગાઢ જંગલની વચ્ચોવચ આવેલું આ ગામ એક સમયે પ્રાથમિક સુવિધાથી વંચિત હતું. ગામમાં અવરજવર માટે પાકા રસ્તા કે વીજળીની સુવિધા ન હતી. ગ્રામજનો જંગલ પેદાશો પર નિર્ભર હતા. જંગલ પેદાશ તેમની રોજગારી હતી. સામાન્ય રીતે ગામમાં કોઈનું મરણ થાય ત્યારે જંગલના લાકડાનો વધુ ઉપયોગ થતો હતો, આથી સરકારી ગ્રાન્ટમાંથી સ્મશાન બનાવ્યું અને લોખંડની સગડી મૂકી લાકડાનો વપરાશ પણ ઘટાડવામાં
આવ્યો છે.
ગુજરાતનું પહેલું ઈકો વિલેજ બન્યું છે. ગાઢ જંગલો અને પ્રકૃતિની મધ્યે વસેલું આ ગામ સ્વચ્છતા, પર્યાવરણ સંરક્ષણ અને ટકાઉ વિકાસ માટે દેશભરમાં પ્રેરણારૂપ છે
માંડવી તાલુકાની ગાઢ વનરાજીથી શોભતા ધજ ગામની તાજેતરમાં દેશના પ્રથમ ઇકો વિલેજ તરીકે પસંદગી કરવામાં આવી છે. ઇકો વિલેજના પૂરેપૂરા અમલીકરણથી ગામડાની પર્યાવરણીય પરિસ્થિતિમાં બદલાવ આવશે અને ગામડાઓ આર્થિક તેમજ ટકાઉ વિકાસ સાધવા સક્ષમ બની રહેશે. ગામડાના લોકો પારંપારિક વ્યવસાય છોડીને તેઓ રોજગારીની આશાએ શહેરો તરફ વળતા થયા હતા. જેના માટે સરળ આજીવિકાના સ્ત્રોત મળી રહે તેના હકારાત્મક નિરાકરણ માટે ઇકો વિલેજ શ્રેષ્ઠ વિકલ્પ છે.
ગામડાંઓને આર્થિક તેમજ પર્યાવરણની દૃષ્ટિએ સમૃદ્ધ બનાવવા પ્રયાસ
રાજ્યના દરેક નાગરિકોમાં પર્યાવરણ પ્રત્યે સામુહિક ચેતના જાગૃત થાય, તેનું રક્ષણ કરવાનું વલણ બને અને આ રીતે લોકોને સંગઠિત કરી રાજયભરમાં પર્યાવરણને સંતુલિત બનાવી શકાય તેવા હેતુસર રાજ્યના વન- પર્યાવરણ વિભાગે દ્વારા 1992માં ગુજરાત ઇકોલોજિ કમિશન (જીઇસી)ની સ્થાપના કરી હતી. કુદરતી સ્ત્રોતોના અણધાર્યા ઉપયોગો થકી ગ્રામીણ વિસ્તારમાં નાના અને મધ્યમ ખેડૂતોની આજીવિકાના સ્ત્રોતો પણ ઘટી ગયા છે. જેથી પારંપારિક વ્યવસાયોમાં પણ રસ ઘટવા માંડ્યો છે અને તેના પરિણામ સ્વરૂપે લોકો ખેતી જેવા પારંપારિક વ્યવસાય છોડીને રોજગારીની આશાએ શહેરો તરફ વળવા માંડ્યા છે. સતત અને સરળ આજીવિકાના સ્ત્રોત મળી રહે તે માટે ઇકો વિલેજ શ્રેષ્ઠ વિકલ્પ છે. જે રાજયભરમાં વિકસાવાશે.
આ કવાયતમાં ધજ ગામની દેશમાં પ્રથમ પસંદગી થઈ છે. ઇકો વિલેજના પૂરેપૂરા અમલીકરણથી ગામડાની સ્થિતિ બદલાશે તેમજ આર્થિક વિકાસ સાધી સક્ષમ બનશે. ગામડામાં વેસ્ટ વોટરમેનેજમેંટ, વીજળી માટે સૂર્ય અને પવનશક્તિ થકી ઊર્જા પ્રાપ્ત કરવાની સિસ્ટમ, જૈવિક કચરામાંથી કૃષિમાં ઉપયોગી ખાતર તેમજ સ્થાનિક રહેણીકરણી, સાંસ્કૃતિક-કળાના આધારે રોજગારીનું મોડેલ વિકસાવી વિકાસ કરાશે. ધજ ગામની સહભાગી વનવ્યવસ્થા સમિતિના સહયોગ સાથે યોજાયેલા કાર્યક્રમમાં સ્થાનિક રહીશોને સોલર હોમલાઇટ, સોલર સ્ટ્રીટલાઇટ, કુકર વિવિધ બિયારનો સહિતની ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ભાવિ પેઢી માટે આશીર્વાદરૂપ બનશે.
આ યોજનામાં ધજ ગામની પસંદગી થતાં લોકો ખુશ છે. ગ્રામજનો પણ પૂરો સહયોગ આપવા કટિબધ્ધ છે. પર્યાવરણની જાળવણી સાથે આજીવિકા માટેની યોજના ભાવિ પેઢી માટે આશીર્વાદરૂપ બનશે. - અમિત રાણા
સુરત વન વિભાગ અને ગુજરાત ઈકોલોજી કમિશન (GEC) દ્વારા 2016માં ધજ ગામને ઈકો વિલેજ તરીકે જાહેર કરાયું હતું.
ધજ ગામની વિશેષતાઓ
૧) સૌર ઊર્જા : ગામમાં સોલાર સ્ટ્રીટ લાઈટ અને ગ્રીન એનર્જી ઉકેલ માટે સૌર પેનલ્સ લગાવવામાં આવ્યા છે.
૨) બાયોગેસ અને ગોબર ગેસ : ગ્રામજનો માટે સ્વચ્છ અને પ્રાકૃતિક ઇંધણ ઉપલબ્ધ કરવામાં આવ્યું છે, જેનાથી ધૂમાડા અને લાકડાના વપરાશમાં ઘટાડો થયો છે.
૩) જળ સંરક્ષણ: રેઇન વોટર હાર્વેસ્ટિંગ અને ભૂગર્ભ જળ ટાંકાની સુવિધા ગામના કૃષિ અને દૈનિક ઉપયોગ માટે પ્રદાન કરવામાં આવી છે.
૪) દૂધ મંડળી અને આત્મનિર્ભરતા : ધજ મહિલા દૂધ મંડળી દ્વારા મહિલાઓ દૈનિક 10,000-12,000 રૂપિયા કમાય છે, જેનાથી આર્થિક સ્વાવલંબન વધ્યું છે.
સુમુલ ડેરી સંચાલિત દૂધ મંડળીમાં ૧૫ સભાસદો દૈનિક દૂધ ભરે છે. ગામની બહેનો દૂધમાંથી દર મહિને દસથી બાર હજાર કમાઈને આત્મનિર્ભર બની રહી છે. ઈકો વિલેજ પ્રોજેક્ટમાં દૂધ ફેટ મશીન અને કોમ્પ્યુટર આપવામાં આવ્યું છે. પહેલા સવાર સાંજ પાંચ કિલોમીટર ચાલીને બીજા ગામમાં દૂધ ભરવા જવું પડતું હતું, પણ હાલ ધજ ગામમાં જ દૂધ ભરીને મહિને સારી એવી આવક મળી રહી છે
૫) ટકાઉ ખેતી અને પર્યાવરણ જાળવણી : પ્રાકૃતિક ખેતી અને ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવવામાં આવી છે, જે પર્યાવરણને અનુકૂળ છે.
૬) સ્વચ્છતાનું પ્રેરક મોડેલ : ઘનકચરા વ્યવસ્થાપન માટે વર્ગીકૃત યુનિટ બનાવવામાં આવ્યું છે, જેથી ગ્રામ્ય વિસ્તારમાં સ્વચ્છતા જળવાઈ રહે.
ઈકો વિલેજ શું છે?
ઈકો વિલેજ એ કુદરતી, જૈવિક, નિર્જીવ તથા પારંપરિક આજીવિકાના સ્ત્રોતોના પુનઃસ્થાપન થકી ગ્રામ્ય સમુદાયોનો આર્થિક, સામાજિક વિકાસ કરવાની પહેલ છે. ગ્રામજનોની કુદરતી સંસાધનો પરથી નિર્ભરતા ઘટાડી તેમજ તેની જાળવણી દ્વારા ગામ, અને ગ્રામજનોને આર્થિક રીતે સદ્ધર કરી સંતુલિત વિકાસ સાધવો તથા ગ્રામ્ય સ્તરના આજીવિકાના સ્ત્રોતનું પુનઃ સ્થાપન-પુનઃજીવન કરવાનો હેતુ છે. જમીનને અનુકૂળ અને ઓછા પાણીની સિંચાઈથી થતો પાક, હાઈબ્રીડ જાત અને સ્થાનિક બીજનો ઉપયોગ કરવો, સાથોસાથ ખેતીમાં ટપક પદ્ધતિથી સિંચાઈ, ઈકો પેસ્ટીસાઈડના ઉપયોગથી પર્યાવરણને અનુકૂળ એવી સજીવ ખેતીને પ્રોત્સાહન, ઘર અને ગામમાં ઉર્જાના સ્ત્રોત માટે બાયોગેસ, ગોબરગેસ, સૌર ઉર્જા તેમજ એલઈડીના ઉપયોગ માટે પ્રોત્સાહિત કરવા.
પશુપાલનના ઘાસચારા માટે કુદરતી સંસાધનો પરની નિર્ભરતા ઘટાડવા ઘાસ ડેપોની વ્યવસ્થા, વરસાદી પાણીના સંગ્રહની વ્યવસ્થા તેમજ જળવિભાજન માટે ખેતતલાવડી અને તળાવનું નિર્માણ, કચરાના નિકાલ તેમજ તેના પુનઃઉપયોગ માટેની યોગ્ય વ્યવસ્થા કરાવવી એ આ પહેલનો ઉદ્દેશ છે.
ઈકો વિલેજ એ એવી પરિકલ્પના છે જ્યાં પર્યાવરણ જાળવણી, પ્રાકૃતિક સંસાધનોનો સદઉપયોગ, સૌર ઉર્જા, ટકાઉ ખેતી અને સ્વચ્છતા જેવા કાર્યો દ્વારા સ્વસ્થ અને આત્મનિર્ભર ગ્રામ જીવન નિર્માણ થાય.
ભારતમાં અન્ય પ્રેરક ઈકો વિલેજ
ભગુવાર (મધ્યપ્રદેશ)
ઓરોવિલે (તમિલનાડુ)
પીપલાંત્રી (રાજસ્થાન)
ગોવર્ધન (મહારાષ્ટ્ર)
સિદ્ધાર્થ (ઓડિશા)
ખોનોમા (નાગાલેન્ડ)
ઇકો વિલેજથી ઘણા ફાયદા થશે
કુદરતી સ્ત્રોત વડે ગામડાંનો આર્થિક-સામાજિક વિકાસ થશે. જેનાથી કુદરતી સ્ત્રોતનો ઉપયોગ તેમજ જાળવણી કરીને ગામ અને લોકોને આર્થિક રીતે સદ્ધર બનાવી સંતુલિત વિકાસ કરવાનો આ પ્રયાસ છે. - પૂનિત નૈયર. આરએફઓ
દેશમાં પ્રથમ ઈકો મોડેલ તરીકે પસંદગી
ધજ ગામ દેશનું પ્રથમ ઇકો મોડેલ વિલેજ બન્યું છે. લોકોની કુદરતી સંશાધનો પરની નિર્ભરતા ઘટશે, પર્યાવરણ જાળવણી સાથે સંતુલિત વિકાસ થશે અને કાર્બન ન્યુટ્રલ વિલેજને પ્રોત્સાહન મળશે.
- અમિત રાણા
(પર્યાવરણ એન્જિનિયર ,લેખક-અંકલેશ્વર ભરૂચ)
No comments:
Post a Comment