Monday, 31 May 2021

વિશ્વ પોપટ દિવસ

એક દિવસ અંકલેશ્વરમાં આશુતોષ  મંદિર પાસેથી ત્યાંના મહારાજને કોકટેલ નામનું પોપટ મળી આવ્યું હતું. મહારાજે મને કોન્ટેક્ટ કરી તે પોપટ ને સારવાર અપાવી.તે દિવસે તે પોપટ  જાણે જીવનમરણ વચ્ચે ઝોલા ખાતો હોય તેવું લાગતું હતું.

તેને ત્યાંથી મારા ઘરે લઈ આવ્યા.મારું ઘર તેના માટે તો અનોખું લાગે.તે દિવસે ૨ દિવસ સુધી કોઈ અવાજ કરતું ન હતુ કે દાણા પણ ખાતું ના હતું.

પણ આજે ખુશીની એ વાત છે કે તે આજે અમારી સાથે હરતુંમળતું થઈ ગયું છે.તો ચાલો આજે પોપટ સાથેની અનોખી સફરમાં,,,

            વિશ્વ પોપટ દિવસ 

 વિશ્વ પોપટ દિવસ દર વર્ષે ૩૧ મેના રોજ ઉજવવામાં આવે છે.

પોપટ એક પારેલું પક્ષી છે. તેનું વૈજ્ઞાનિક નામ Sitacula crematory છે. તે માણસના અવાજની માફક નકલ કરે છે. તેમનું આયુષ્ય ૩૦ થી ૭૦ વર્ષ જેટલું પણ હોઈ શકે છે.

 400થી વધારે જુદી-જુદી પ્રજાતિઓ આવેલ છે. વૈજ્ઞાનિકો દ્વારા એવું માનવામાં આવે છે કે પોપટ પાસે ચાર વર્ષના બાળક જેટલું મગજ હોય છે.

 તેમની દુર્લભ પ્રજાતિ માં કાકા ફોટા તે ન્યૂઝીલેન્ડમાં જોવા મળે છે જે ઊડી શકતું ન હતું નથી તેમની ચાર ઘણી મજબૂત હોય છે.પોપટની એક જોડી જિંદગી સુધી સાથે રહે છે અને લાંબા સમય સુધી સાથે હોય છે. 
એક તૃતીયાંશ જેટલી પોપટ ની વસ્તી આજે ભયજનક સ્થિતિમાં છે.


પ્રકૃતિપ્રેમી
અમિત રાણા
( Environment Engineer)
Contact No:- ૮૪૬૦૨૮૬૮૯૨

Friday, 28 May 2021

જો કાલે પેટ્રોલ ખલાસ થઈ જાય તો ?- ઘટતું જતું પ્રવાહી સોનું



ગઇકાલે  હું વહેલી સવારે મારી બાઇસિકલ લઈ હું રાઇડ પર જવા નિકર્યો . મારી રાઈડ  પુનગામ સુધીની હતી. જે અંકલેશ્વરથી માત્ર 4 કિમી છે. સવારનું પરોઢનું ઠંડુ વાતાવરણ  મારા મનને આહલાદક કરતું હતું . સવાર માં કોયલોનો ગુંજ  કુદરતી નયનરમ્ય દર્શન ઊભું કરતું હતું . 







ત્યારે મેઘના આર્કેડ ,અંકલેશ્વર પાસેથી પસાર થતો હતો. ત્યારે મારી નજર એક મોટા મશીન પર પડી. તે  મશીન ની અંદર કરોડોનો સોનાનો જથ્થો હતો . વહેલી સવાર ના અંધારનું લાભ લઈ તે  મશીન માથી  બધી સોના રૂપી  ખજાનો લઈ ભાગી જાવ એવું મન થતું હતું . પણ હું મજબૂર હતો . તેને ચોકીદારી કરવા એક ચોકીદાર પણ રાખવામા આવ્યો હતો. તે સોનાનો જથ્થો બીજો કઈ નહીં આપનું પ્રવાહી સોનું એટ્લે પેટ્રોલ . 

પેટ્રોલ એવી  ચીજ છે તેના વગર આપની બધી જીવન જરૂરીયાતો  ખૂટી જવાની સંભાવના હોય છે. આજે મોટા મોટા નગરો માં દરેક રેહવાસી તેની કિમત વધવાથી ચેન નથી પડતું . હાલમાં જોઈએ તોતેનો કુદકે કુદકે તેનો ભાવ આસમાને વધી રહ્યો છે. દરેક મધ્યમ ફૅમિલી ના વડા હેરાન થઈ ગયા છે. શું કરવું આવી મહામારીમાં પણ તેની જરૂર તો પડે જ . તેનો કોઈ છુટકારો નથી 

એક દિવસ અગાઉ જો સરકાર દ્વારા એવું જાહેર કરવામાં વે કે કાલે 1 દિવસ માટે પેટ્રોલ મળવાનું નથી ...તો જુઓ પછી શું  થાય છે. પેટ્રોલ પમ્પ પર મોટી મોટી વાહનોની લાઈનો ,પેટ્રોલ થી છલોછલ  ભરેલા કારબાઓ .  કેવી અગવડતા પડી જાય છે. 

સાચે બો ખતરનાક સમય આવી જાય છે. સૌથી મોટો ફટકો તો મધ્યમ કુટુંબ ના પરિવાર ને થાય છે.   

 



(ઉપરની તસવીર થોડી રમૂજી છે પણ  મારા દ્વારા ખીચેલી છે.)

આજે  પેટ્રોલ ના ભાવ જોયા 1 લિટર માં 91/- રૂપિયા  છે. આ ભાવ રડાવી દે એવો છે. આવા વધતાં ભાવ ની સાથે બેરોજગારી , lokdown  ના પડઘા , ગરીબી જેવી સમસ્યા પણ નડે છે.    










Tuesday, 25 May 2021

અંકલેશ્વરમાં દિવસે દિવસે મૂંઝાતો જતો પ્રશ્ન : નગરપાલિકાની સુકવણી વારી જગ્યા પર નો ઘન કચરો.


હાલમાં અંકલેશ્વરમાં  નગરપાલિકાની ડંપિંગ સાઇટ  પર ઘન કચરાઓનો વધતો જતો પ્રશ્ને  નગરપાલિકાની  ઊંઘ હરામ કરી દીધી છે .  તેમજ હાલમાં  તે  જગ્યા  પર  ઘન કચરાને  બળવાને કારણે નજીકની સરસ્વતી નગરમાં  અતિ દુર્ગંધ  મારતી વાંસ થી લોકો હેરાન થઈ ગયા હતા . 

સિટી અંકલેશ્વર માં ઘન કચરાના નિકાલના પ્રયત્નો અત્યાર સુધી નિષ્ફળ નિવડ્યા બાદ હવે આ ૨૦૨૧ ના બજેટમાં સારું એવી  યોજના પાછળ  પૈસા ખર્ચ્યા છે.  અંકલેશ્વર નગરપાલિકાના  સત્તાવાળાઓ ઘન કચરાના નિકાલની વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવવાની દિશામાં આગળ વધવા વિચારણા કરી બજેટમાં તેનું  વર્ણન કર્યું છે. 
 હાલમાં કોર્પોરેશન માત્ર ઘન કચરાને સોસાયટીઓ તથા કમર્શિયલ કોમ્પલેક્સથી સુકવણી જગ્યા પર  ડમ્પ કરવાની કામગીરી કરે છે, પરંતુ તે ડંપિંગ  સાઇટ  ખાતે સર્જાયેલા કચરાના ઢગલાનો નિકાલ કરવામાં તથા નવા કચરાને ત્યાં ડમ્પ કરવા સિવાયના વિકલ્પો શોધવામાં નિષ્ફળતા મળી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત મિશનના સમયમાં નગરપાલિકા  માટે ઘન કચરાના નિકાલના માર્ગ શોધવા અનિવાર્ય બન્યાં છે.

 આ  કચરાનાં ઢગલાંમાં ઉત્પન્ન થતા ગેસની દુર્ગંધની અસર દૂર-દૂર સુધી અનુભવાય છે. કચરાના આ ઢગલાં અને ઝેરી ગેસના કારણે આસપાસના વિસ્તારોમાં વસતા નાગરિકોના આરોગ્ય સામે જોખમ હોવાની ચેતવણી પણ અનેક વખત આપવામાં આવી છે.

અગાઉ કચરાના ઢગલાંના નિકાલ માટે કેટલાક પ્રયત્નો કર્યાં હતા પરંતુ તેનું કોઇ નક્કર પરિણામ મળ્યું નહોતું.  વર્ષોથી ઠલવાતા રહેલા કચરાને પ્રોસેસ કરીને તેના નિકાલ માટે  કેટલીક કોન્ટ્રાક્ટ કંપનીઓને જમીન અને અન્ય માળખાગત સુવિધાઓ પૂરી પાડી હતી. જોકે, કચરાના એકત્રીકરણમાં જ કોઇ નીતિ નહોતી અને વિવિધ પ્રકારનો કચરો એક જ સ્થળે ઠાલવવામાં આવતો હોવાથી કચરાને પ્રોસેસ કરીને તેનો નિકાલ કરવામાં પારાવાર મુશ્કેલીઓ ઊભી થતી હતી. વર્ષોની જહેમત બાદ માત્ર ખાતર બનાવતી કંપની જ ઠીકઠીક કામ કરી રહી છે પરંતુ તે સિવાય તમામ કંપનીઓ કચરાના યોગ્ય પ્રોસેસિંગમાં નિષ્ફળ પુરવાર થઇ છે.

અંકલેશ્વર માં પ્રતિદિન હજારો ટન કચરો ઉત્પન્ન થાય છે, જેમાં બિલ્ડિંગ મટીરિયલ્સ, પ્લાસ્ટિકની કોથળી અને બોટલ્સ, રસોડાંનો એંઠવાડ, હોસ્પિટલ્સનો કચરો વગેરેનો સમાવેશ થાય છે. તાજેતરના વર્ષોમાં નગરપાલિકામાં  હોસ્પિટલોના ભયજનક કચરાને અલગ તારવવાની વ્યવસ્થા ગોઠવી છે અને તે જ રીતે એંઠવાડના નિકાલ માટે પણ નવેસરથી કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા છે. પ્લાસ્ટિકની ચીજ વસ્તુઓના રિસાઇકલિંગ માટે એક સંસ્થાને કામ સોંપવામાં આવ્યું છે. 

તાજેતરમાં અંકલેશ્વરની સુકવણી ની જગ્યા પર કૌભાડ આચારવતું હોય તેના પ્રશ્નો ઊભા થયા છે. 

                   


હાલમાં કચરામાંથી વીજળી ઉત્પન્ન કરવાના પ્રોજેક્ટ સમગ્ર દેશમાં ચાલુ થઇ રહ્યા છે ત્યારે તેના પગરણ અંકલેશ્વરમાં  પણ કરવા જોઈએ . પરંતુ આટલા મોટા પ્રમાણમાં કચરાને સળગાવવાથી પર્યાવરણના વિકરાળ પ્રશ્ન ઊભા થવાની આશંકા છે અને તેથી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (જીપીસીબી) આ પ્રોજેક્ટની પર્યાવરણીય અસરો અંગે ચકાસણી કરી  ત્યારબાદ જ તેમાં આગળ વધવું શક્ય બનશે તેવી શરતે મ્યુનિ.એ ઘન કચરામાંથી વીજલી ઉત્પન્ન કરવાના  પ્રોજેક્ટને મંજૂરી આપવી  જોઈએ. 

બે ડસ્ટબિનની વિચારણા ની  યોજના તદન નિષ્ફળ ગઈ છે. શહેરમાં ઘન કચરાના એકત્રીકરણની પદ્ધતિમાં ફેરફાર કરવાની વિચારણા કરવી જોઈએ હાલમાં તમામ પ્રકારનો કચરો સોસાયટીમાં રાખવામાં આવેલી મોટી ડસ્ટબિનમાં ઠાલવવામાં આવે છે તેના બદલે ઘર કે દુકાનેથી જ ભીનો અને સૂકો કચરો અલગ અલગ એકત્ર કરવામાં આવે તેવું કરવું જોઈએ  આમ થવાથી કચરાનો નિકાલ સરળ બનશે. આ માટે દરેક નાગરિકના ઘરે બે ડસ્ટબિન  આપી તેને સમજનપૂર્વક ની નીતિ બનાવી તેનું સતત મોનિટરિંગ કરવાની જરૂર છે. 


૨૦૨૧ માં અંકલેશ્વર નગરપાલીકા નું  બજેટ :- 

98.26 કરોડ રૂપિયા વાર્ષિક આવક ના અંદાજ સાથે 85.69 અંદાજિત ખર્ચ સાથે 12.56 કરોડની પુરાંત વાળું બજેટ રજુ કરાયું 

 પર્યાવરણ:- 1.50 કરોડ ( ઘન કચરાનો વૈજ્ઞાનિક રીતે નિકાલ)


અંકલેશ્વર ડંપિંગ સાઇટ :- 
 






આજે હું કચરા વિષે થોડું ચિત્ર ઊભું કરીશ :- 








મારૂ નિષ્કર્ષ :અંકલેશ્વર નગરપાલિકા એ  પેહલા ત્યાં ટેક્નિકલ માણસો ને રાખવા જોઈએ . તેમજ ENVIORNMENT ની ડિગ્રી ધરાવતા વ્યક્તિઓ ની ત્યાં નિમણૂક કરવી જરૂરી છે . સતત મોનિટરિંગ  કરવું જરૂરી છે. ત્યાના  કેટલો કચરો નીકળે છે ?, તેની માહિતી ની રેકોર્ડ હોવા જરૂરી છે. આ રેકોર્ડ મહિને કે વર્ષે નગરપાલિકાના પ્રમુખ ,ચીફ ઓફિસર કે  કારોબારી ઓફિસર સમક્ષ રજૂ કરવું જરૂરી છે. કોઈ સારી કોન્ટ્રાક્ટ કંપની દ્વારા કચરાઓ નિકાલ કરવાની નીતિ બનાવવી જોઈએ . તે કચરા માથી નીકળતું  ખાતર અન્ય એજન્સી ને આપવું જરૂરી છે.  




પ્રકૃતિપ્રેમી 
અમિત રાણા 
ENVIRONMENT ENGINEER 
CONTACT NO . :- 8460286892






CO POWERED BY :-  PARADISE INDIA 


Sunday, 23 May 2021

World Turtle Day with Amit Rana( વિશ્વ કાચબા દિવસ)

આજે વિશ્વ કાચબા દિવસ ના દિવસે હું અમિત રાણા આજે તમને કાચબા ની દુનિયામાં લઈ જઈશ. આ મારો બ્લોગ કાચબાઓની દુનિયામાં ફરાવીને કુદરત નો સાચો રોમાંચ કરાવશે . આજે હું તમને કાચબા વિષેની માહિતી આપીશ.

 

આપણાં પુરાણોમાં કાચબાઓનું પણ મહત્વ આલેખ્યું છે . 

ભગવાન શ્રીકૃષ્ણે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં કાચબાનો મહિમા કર્યો છે. ગીતાના બીજા અધ્યાયના અઠ્ઠાવનમા શ્લોકમાં શ્રીકૃષ્ણ કહે છે, ‘જેમ કાચબો બધી દિશામાંથી પોતાનાં અંગો સંકોરી લે છે એમ માણસે મોહ, માયા, અહંકાર, જેવા વિષયોમાંથી પોતાનું ચિત્ત સમેટી લેવું જોઈએ!’

 ચાલો, આજે કાચબા વિશે જાણકારી આપું:-

કાચબો એક ઉભયજીવી (પાણી તેમ જ જમીન બંનેમાં રહેતું) પ્રાણી છે. કાચબો ચાલી પણ શકે છે તેમ જ પાણીમાં તરી પણ શકે છે. કાચબો ખારા અને મીઠા પાણી એમ બંને જગ્યાએ જોવા મળે છે. સામાન્ય રીતે કાચબાનું આયુષ્ય લાંબુ (આશરે ૨૦૦ વર્ષ જેટલું) હોય છે. કાચબાની ઘણી પ્રજાતિઓ જગતમાં જોવા મળે છે. કાચબાની પીઠ અત્યંત મજબૂત હોય છે, જેનો ઉપયોગ તલવાર વડે લડતી વખતે બચાવ માટે વપરાતી ઢાલ બનાવવા માટે થતો હતો.

'વિશ્વ કાચબા દિવસ', મે ૨૩, ૨૦૦૦માં 'અમેરિકન કાચબા બચાવ સંસ્થા' દ્વારા મનાવવાનું શરૂ કરવામાં આવ્યું હતું, જેનો હેતુ દરીયાઇ અને જમીની કાચબાઓ તરફ લોકોનું ધ્યાન દોરવાનો અને લોકોમાં તેના રક્ષણ અને વિકાસમાં મદદરૂપ થવાની ભાવના ઉત્પન કરવાનો છે. કેટલાક કાચબાઓ તેમનુ જીવન દરીયામાંજ વીતાવે છે ફક્ત તેઓ ઇંડા મુકવા માટેજ જમીન
પર આવેછે.

પ્રાણીશાસ્ત્રીઓ જમીન પર વસનારા કાચબાને ટોટર્સ (tortoise) કહે છે, જ્યારે સમુદ્રના, નદીના, કુવાના તથા સરોવરના કાચબાને ટર્ટલ (turtle) કહે છે. બન્ને જાતો એકબીજા કરતા જુદી છે. પાણીનો (ટર્ટલ)કાચબો સહેજ ચપટા પગ ધરાવે છે, જેથી તેને હલેસાંનું કામ આપે છે.નંદી ના તેમજ સરોવરના ટર્ટલ બહુ મોટા નથી હોતા,લંબાઇ ૧ થી ૨ ફીટ જેટલી અને વજન અંદાજે ૬૩ કિલોગ્રામ જેટલુ હોય છે.

કાચબા ની જાતો:-
ગુજરાતીમા ઢાલવાળા સરિસૃપ પ્રકારના પોતાનુ શરીર સંકોરી શકતા બધા પ્રણીઓને કાચબો કહે છે. પરંતુ જીવવિજ્ઞાનીકો કાચબાને ત્રણ પેટા પ્રકારમાં વહેચે છે. અંગ્રેજીભાષામાં એ ત્રણેય પ્રકારોના અલગ અલગ નામ આપેલા છે. તે પ્રકારો નીચે મુજબ છે.

1) Tortoise એટલેકે ટોર્ટોઈઝ - ભુમિવાસી કાચબા
2) Terrapin એટલેકે ટેરાપીન - મીઠાપાણીના કાચબા
3) Turtle એટલેકે ટર્ટલ - દરીયાઈ અથવા સમુદ્રીક કાચબા


√ ટોર્ટોઈઝ - ભુમિવાસી કાચબા

૧) ભારતીય તારક કાચબો
 કાચબાની ઢાલ (શરીર) પર સૂર્યના કિરણો વિસ્તરણ પામતા હોય એવી છાપ જોવા મળે છે. આથી તેને સૂર્ય કાચબો એવું સ્થાનિક નામ મળ્યું છે. લોકોમાં આ કાચબો ઘરમાં રાખવાની ઘેલછા જોવા મળે છે, કારણ કે આ કાચબો સુખ-સમૃદ્ધિ આપે છે તેવી લોક વાયકા છે. શિકારીઓ આવા કાચબા પકડીને તેનો ગેરકાયદે વેપાર કરે છે. જો કે વન-પ્રાકૃતિક ધારા હેઠળ આવા કાચબા ઘરમાં રાખવા-વેંચવા એ ગુન્હો બને છે. જેમાં દંડ અને જેલની સજાની જોગવાઈ છે.

તેનું મુખ્ય નામ ભારતીય તારક કાચબો છે પણ  એ ભારત અને શ્રીલંકાના સુકા કે ઝાંડીઝાંખરાવાળા વિસ્તારમાં જોવા મળતું સરિસૃપ પ્રાણી છે,

IUCN :- LEAST CONCERN 

√ ટેરાપીન - મીઠાપાણીના કાચબા
   ટર્ટલ - દરીયાઈ અથવા સમુદ્રીક કાચબા

૧) ઓલિવ રિડલી દરીયાઈ કાચબો
૨) લીલો દરીયાઈ કાચબો


મુખ્યત્વે વિષુવવૃત્તિય વિસ્તારોના સમુદ્રમાં જ જોવા મળતા લીલા દરીયાઈ કાચબાનું સરેરાશ વજન ૨૫૦ કિલોગ્રામ જેટલું અને તેમની લંબગોળાકાર ઢાલની લંબાઈ ૯૦ થી ૧૨૦ સેન્ટીમીટર જેટલી જોવા મળે છે. મુખ્ય રંગ લીલાશ પડતો કથ્થઇ અને બચ્ચાઓમાં ચળકતી લકીરો પણ જોવા મળે છે. દરીયા કીનારાની રેતીમાં એ ચાલે ત્યારે ૧૦૦થી ૧૩૦ સેન્ટીમીટર પહોળી ભાત એમના આગલા પગને કારણે પડે છે જે કીનારાની રેતીના પ્રકાર પ્રમાણે ૨ થી ૩ સેન્ટીમીટર જેટલી ઉંડી હોય છે અને બરોબર વચ્ચે પુછડીના ઘસડાવાથી એક સળંગ કે ત્રુટક ત્રુટક લીટી દોરાતી રહે છે. એક ઇંડાની લંબાઇ લગભગ સાડા ચાર સેન્ટીમીટર જેટલી હોય છે.

૩) લેધરબેક કાચબો
મોટા મહાસાગરમાં લેધરબેક પ્રકારનો કાચબો જોવા મળે છે. તેમનુ વજન ઘણીવાર ૮૦૦-૯૦૦ કિલોગ્રામ વજનના હોય છે. રાક્ષસી કદના આ કાચબામાં સેંકડો કિલોગ્રામના હીસાબે ચરબી હોય છે. મોટું કદ અને ભારે શરીર હોવા છતાં તે દરીયામાં ૩૫ કિલોમીટર/કલાકનો વેગ પ્રાપ્ત કરી શકે છે.

હાલમા પૂથ્વી પરના તમામ કાચબાઓમાં તે સૌથી મોટો હોય છે 


મારી ૨૦૧૧ માં ઓખા ની મુલાકાત લીધી હતી . ત્યાનો  નજારો અદભૂત હોય છે. 

મારા વિડિયો ની લિંક જોવા નીચે ક્લિક કરો.



જગત મંદિર દ્વારકાની મુલાકાતે આવતાં સહેલાણીઓ માટે ઓખામઢી નજીકનું કાચબા ઉછેર કેન્દ્ર આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. અહીં મરીન નેશનલ પાર્ક દ્વારા લીલા દરિયાઈ કાચબા અને ઓલીવ રીડલી કાચબાનો ઉછેર, સરક્ષણ અને સંવર્ધન કરવામાં આવે છે.



કાચબાનું સંરક્ષણ કરવુ જરૂરી:- 


છેલ્લા દાયકાઓમાં સમગ્ર વિશ્ર્વમાં દરિયાઇ કાચબાની સંખ્યામાં નોઘપાત્ર ઘટાડો નોંઘાયેલ છે આથી સમગ્ર વિશ્વના દરિયા કિનારે પ્રજનન કરવા અને ઇંડા મુકવા આવતા દરિયાઇ કાચબાનું સંરક્ષણ કરવુ ખુબ જ જરૂરી બન્યુ છે આ દરિયાઇ કાચબા સરિસૃપ પ્રાણી હોવાને લીઘે તેઓ સીઘ્ઘા બચ્ચાને જન્મ આપી શકતા નથી અને તેથી તેને સમુદ્રમાં પ્રજનન બાદ દરિયાકાંઠાના રેતાળ દરિયા કાંઠે ઇંડા મૂકવાની ફરજ પડે છે આ ઘટના કાચબાની એક મજબૂરી કહી શકાય કારણ કે આ પ્રક્રિયા દરમિયાન આકસ્મિક રીતે માછીમારની જાળમાં ફસાઇ કોઇ મોટા જહાજના પંખાઓ સાથે અથડાવના પ્રસંગો બનાવા પામતાં હોય છે.

ગુજરાતના દરિયા કીનારે કુલ 4 ચાર પ્રજાતિ જોવા મળે છે.


જયારે માદા ઇંડા મૂકી જતી રહે છે ત્યારે કૂતરા, શિયાળ, ઝરખ અને વરૂ જેવા વિવિઘ પ્રાણીઓ વ્દારા ભક્ષણ થાય છે. ઘણા દેશોમાં તેના ઇંડાઓ તથા માસનો માણસો દ્વારા ખોરાકમાં ઉપયોગ કરવામાં આવે છે. હાલ વિશ્ર્વમાં દરિયાઇ કાચબાની કુલ સાત 7 પ્રજાતિ જોવા મળે છે જેમાંથી ભારતમાં પાંચ અને ગુજરાતના દરિયા કીનારે કુલ 4 ચાર પ્રજાતિ જોવા મળે છે. 

ગુજરાતમાં જોવા મળતા દરિયાઇ કાચબાઓમાં 

1.લીલો દરિયાઇ કાચબો,

 2.ઓલીવ રીડલી, 

3.હોકસબીલ  

4. લેધર બેક 


જે તમામ પ્રજાતીઓનો વન્ય પ્રાણીઘારા 1972ની અનુસુચિ 1માં સમાવેશ થયેલ છે અને તમામ IUCN લિસ્ટમાં સામેલ કરાયેલ છે.


દરિયાઇ કાચબાનું જીવનચક્ર :-


ખુલ્લા વિશાળ દરિયામાં કાચબાઓ પોતના ખોરાકની શોઘમાં હજારો કિલોમીટર વિહારતા હોય છેે.
 પ્રજનન કરવા માટે પુખ્ત નર અને માદા કાચબા પોતાના માતૃ દરિયાકાંઠાના વિસ્તાર તરફ આગળ વઘે છે. દરિયા કિનારાના અમુક કિલોમીટર માં તેમનું સંવનન અને સંભોગ થાય છેે.

 સંભોગના બેથી ત્રણ અઠવાડિયા બાદ માદા રેતાળ દરિયાકાંઠે ઇંડા મુકવા આવે છે મુખ્યત્ત્વે રાત્રીના સમયે જ માદા ભરતીના વિસ્તારથી ઉપરના વિસ્તારમાં યોગ્ય જગ્યામાં   ત્યાlર કરે છે.

માળો ત્યાર કરતી વખતે સપાટી પરની રેતી ને સાફ કરી ને માદા પાછળના પગ વડે એક ચંબુ આકારનો ર થી 3 ફુટ ઉંડા પાચથી સાત ખાડા ખોદે છે અને એક ખાડામા તેમાં સામન્ય રીતે 80 થી 130 જેટલા સરેરાશ ઇંડા મુકીને પછી માળાને ફરી સાવઘાની પુવર્ક ઢાંકી દે છે.

 આ સમગ્ર પ્રક્રિયા થતા આશરે 3 કલાક જેટલો સમય લાગે છે બાદમાં માદા અલગ જ જગ્યાએથી દરિયામાં સરકી જાય છે બાદમાં કયારે નર કે માદા માળા પાસે પરત આવતા નથી.

એક હજારમાંથી ફકત એક જ બચ્ચુ પુખ્તવય મેળવે છે.


માળામાં રહેલ ઇંડાઓનુ સેવન માળામાં રહેલ ભેજ અને સુર્યપ્રકાશની ગરમીથી થાય છે તેમાં પણ ર8 થી 30 ડીગ્રી તાપમાન દરમ્યાન નર માદા બને છે અને 28 ડીગ્રીથી નીચા તાપમાને નર અને 30 ડીગ્રીથી ઉ5રના તાપમાને માદા બચ્ચા બનતા હોવાનું વૈજ્ઞાનિકોનું તારણ છે ઇંડામાંથી બચ્ચા બનતા 50 થી 60 દિવસનો આશરે સમય લાગે છે મોટે ભાગે માળામાંથી બચ્ચા રાત્રીના સમય દરમ્યાન બહાર નીકળે છે .બહાર નીકળ્યા બાદ મોટે ભાગે વઘારે પડતા પ્રકાશથી આર્કષાયને દરિયાના પાણી તરફ આગળ વઘે છે. બચ્ચાઓ અમુક સમય દરમ્યાન દરિયાના છીછરા પાણી ખોરાક મેળવ્યા બાદ પાણીના પ્રવાહમાં આગળ વઘે છે. આ બચ્ચાઓ વિવિઘ તબકકાઓ દરમ્યાન કુદરતી કે કૃત્રિમ રીતે મૃત્યુ પામે છે. આમ ઇંડામાંથી બહાર આવેલ એક હજાર બચ્ચામાંથી ફકત એક જ બચ્ચુ પુખ્તવય પ્રાપ્ત કરે છે તેવુ જીવ વૈજ્ઞાનીકોનું તારણ છે.


દરિયાઈ કાચબાઓનું સંરક્ષણ અને સંવર્ઘન:-


દરિયાઇ કાચબાની પ્રજાતીઓને વન્યપ્રાણી સંરક્ષણ અઘિનિયમ 1972 હેઠળ અનુસુચિ 1માં પ્રતિબંઘિત જાહેર કરેલ છે જેથી કરીને દરિયાઇ કાચબાને પકડવો અથવા તેના શરીરના ભાગોનો વેચાણ કરવુ ગેરકાયદેસર છે .આ થઇ કાયદાકીય રીતે સંરક્ષણ વાત હવે તેના સંવર્ઘની વાત કરીયે તો ગુજરાત નો દરિયાકીનારો 1600 કીમી લાબો છે જેમા 11 જિલાઓ અને 40 તાલુકાઓનો આવરી લે જે દરિયાકીનારો ઘણી વિવિઘતા ઘરાવે છે જેમા દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, ગીરસોમનાથ, જુનાગઢ જીલ્લાના રેતાળ દરિયાકીનારે દરિયાઇ કાચબા ના સંવર્ઘન માટે ખુબ અગત્યતા ઘરાવે છે. આ જીલ્લાઓના રેતાળ દરિયાકીનારે જુલાઇ થી ફેબ્રુઆરી મહીના દરમ્યાન માદા કાચબાઓ ઇંડા મુકવા આવે છે .


જેના સંરક્ષણ અને સંવર્ઘનના હેતુ સર દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકાના ઓખામઢી ગામ ના દરિયાકિનારે વનવિભાગ ગુજરાત રાજય ના મરીન નેશનલ પાર્ક જામનગર વિભાગ હેઠળની દ્વારકા રેન્જ હેઠળ દરિયાઈ કાચબાઓ માટેનું ઉછેર કેન્દ્ર કાર્યરત છે.
 જેમા હાલ આ અલભ્ય અને દરિયાઇ જીવસૃષ્ટિમાં મહત્વનું આગવું સ્થાન ધરાવતા દરિયાઈ કાચબાનો ઉછેર કરવામાં આવે છે


કાચબા ઉછેર કેન્દની કામગીરી:-

મરીન નેશનલ પાર્ક દ્વારકા રેન્જ હેઠળના કાચબા ઉછેર કેન્દ્ર એક હેકટર વિસ્તારમાં પથરાયેલ છે જેમા મુખ્ચ વન સંરક્ષક  અને નાયબ વન સંરક્ષક ના માર્ગદશન હેઠળ મરીન નેશનલ પાર્ક દ્વારકા રેન્જ હેઠળના સ્ટાફ તથા કર્મચારીઓ દ્વારા વહેલી સવારે દરરોજ નાવર્દા, કુરંગા, ઓખામઢી, ભીમપરા, અને ઘ્રેવાળ આજુબાજુના રેતાળ દરિયાકાંઠે સ્થળ તપાસ કરવામાં આવે છે.


સંવર્ધનની કામગીરી:-


જેમાં માદા કાચબાના પગલાંની છાપને જોઈ બનાવવામાં આવેલ માળામાંથી સુરક્ષિત રીતે ઈંડા એકત્ર કરી અને વાહન દ્વારા વાહતુક કરી અને કાચબા ઉછેર કેન્દ્ર ખાતે લાવવામાં આવે છે.

 જ્યાં હેચરીના સ્થળ પર કુત્રિમ માળો તૈયાર કરી તેમા ઈંડાને કુદરતી સ્થિતિમાં હોય તે રીતે ગોઠવી માથે રેતી પાથરી દેવામાં આવે છે .

જેમા માળા નંબર ઇંડાની સંખ્યા વજન માપ,સાઇઝ તાપમાન વિગેરે બાબતોની ડેટા એન્ટ્રી કરવામાં આવે છે બાદ 50 થી 60 દિવસે કે જયારે કૃત્રિમ માળા માંથી બચ્ચા બહાર આવે ત્યારે તેને કાચબા ઉછેર કેન્દ્ર ખાતે સાતથી આઠ દિવસ સુઘી કુદરતમાં જીવવા માટે સક્ષમ થાય ત્યા સુઘી ખોરાક આપી રાખવામાં આવે છે. બાદમાં કુદરતમાં રહેવા માટે ત્યાર થયેલ બચ્ચાને રેતાળ દરિયાકાંઠે થી તેમનું જીવનચક્ર શરૂ કરવા મુકત કરવામાં આવે છે .

હાલ આ રીતે ઓખામઢી હેચરી ખાતે લીલો દરિયાઈ કાચબા અને ઓલીવ રીડલી કાચબાના ઉછેર સંરક્ષણ અને સંવર્ધનની કામગીરી હાથ ઘરવામાં આવે છે.



પ્રકૃતિપ્રેમી 
અમિત રાણા 
(ENVIRONMENT ENGINEER)
CONTACT NO :- 8460286892 



Co powered by :- PARADISE INDIA  



ગુજરાતનું પહેલું ઇકો વિલેજ- ધજ ગામ

વનરાજીથી શોભતુું માંડવીનું ધજ ગામ બન્યું દેશનું પ્રથમ ઇકો વિલેજ સ્માર્ટ વિલેજ, આદર્શ ગામ, ગોકુળિયું ગામ જેવા શબ્દો આપણા કાને અવા...