આજે વિશ્વ કાચબા દિવસ ના દિવસે હું અમિત રાણા આજે તમને કાચબા ની દુનિયામાં લઈ જઈશ. આ મારો બ્લોગ કાચબાઓની દુનિયામાં ફરાવીને કુદરત નો સાચો રોમાંચ કરાવશે . આજે હું તમને કાચબા વિષેની માહિતી આપીશ.
આપણાં પુરાણોમાં કાચબાઓનું પણ મહત્વ આલેખ્યું છે .
ભગવાન શ્રીકૃષ્ણે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં કાચબાનો મહિમા કર્યો છે. ગીતાના બીજા અધ્યાયના અઠ્ઠાવનમા શ્લોકમાં શ્રીકૃષ્ણ કહે છે, ‘જેમ કાચબો બધી દિશામાંથી પોતાનાં અંગો સંકોરી લે છે એમ માણસે મોહ, માયા, અહંકાર, જેવા વિષયોમાંથી પોતાનું ચિત્ત સમેટી લેવું જોઈએ!’
ચાલો, આજે કાચબા વિશે જાણકારી આપું:-
કાચબો એક ઉભયજીવી (પાણી તેમ જ જમીન બંનેમાં રહેતું) પ્રાણી છે. કાચબો ચાલી પણ શકે છે તેમ જ પાણીમાં તરી પણ શકે છે. કાચબો ખારા અને મીઠા પાણી એમ બંને જગ્યાએ જોવા મળે છે. સામાન્ય રીતે કાચબાનું આયુષ્ય લાંબુ (આશરે ૨૦૦ વર્ષ જેટલું) હોય છે. કાચબાની ઘણી પ્રજાતિઓ જગતમાં જોવા મળે છે. કાચબાની પીઠ અત્યંત મજબૂત હોય છે, જેનો ઉપયોગ તલવાર વડે લડતી વખતે બચાવ માટે વપરાતી ઢાલ બનાવવા માટે થતો હતો.
'વિશ્વ કાચબા દિવસ', મે ૨૩, ૨૦૦૦માં 'અમેરિકન કાચબા બચાવ સંસ્થા' દ્વારા મનાવવાનું શરૂ કરવામાં આવ્યું હતું, જેનો હેતુ દરીયાઇ અને જમીની કાચબાઓ તરફ લોકોનું ધ્યાન દોરવાનો અને લોકોમાં તેના રક્ષણ અને વિકાસમાં મદદરૂપ થવાની ભાવના ઉત્પન કરવાનો છે. કેટલાક કાચબાઓ તેમનુ જીવન દરીયામાંજ વીતાવે છે ફક્ત તેઓ ઇંડા મુકવા માટેજ જમીન
પર આવેછે.
પ્રાણીશાસ્ત્રીઓ જમીન પર વસનારા કાચબાને ટોટર્સ (tortoise) કહે છે, જ્યારે સમુદ્રના, નદીના, કુવાના તથા સરોવરના કાચબાને ટર્ટલ (turtle) કહે છે. બન્ને જાતો એકબીજા કરતા જુદી છે. પાણીનો (ટર્ટલ)કાચબો સહેજ ચપટા પગ ધરાવે છે, જેથી તેને હલેસાંનું કામ આપે છે.નંદી ના તેમજ સરોવરના ટર્ટલ બહુ મોટા નથી હોતા,લંબાઇ ૧ થી ૨ ફીટ જેટલી અને વજન અંદાજે ૬૩ કિલોગ્રામ જેટલુ હોય છે.
કાચબા ની જાતો:-
ગુજરાતીમા ઢાલવાળા સરિસૃપ પ્રકારના પોતાનુ શરીર સંકોરી શકતા બધા પ્રણીઓને કાચબો કહે છે. પરંતુ જીવવિજ્ઞાનીકો કાચબાને ત્રણ પેટા પ્રકારમાં વહેચે છે. અંગ્રેજીભાષામાં એ ત્રણેય પ્રકારોના અલગ અલગ નામ આપેલા છે. તે પ્રકારો નીચે મુજબ છે.
1) Tortoise એટલેકે ટોર્ટોઈઝ - ભુમિવાસી કાચબા
2) Terrapin એટલેકે ટેરાપીન - મીઠાપાણીના કાચબા
3) Turtle એટલેકે ટર્ટલ - દરીયાઈ અથવા સમુદ્રીક કાચબા
√ ટોર્ટોઈઝ - ભુમિવાસી કાચબા
૧) ભારતીય તારક કાચબો
કાચબાની ઢાલ (શરીર) પર સૂર્યના કિરણો વિસ્તરણ પામતા હોય એવી છાપ જોવા મળે છે. આથી તેને સૂર્ય કાચબો એવું સ્થાનિક નામ મળ્યું છે. લોકોમાં આ કાચબો ઘરમાં રાખવાની ઘેલછા જોવા મળે છે, કારણ કે આ કાચબો સુખ-સમૃદ્ધિ આપે છે તેવી લોક વાયકા છે. શિકારીઓ આવા કાચબા પકડીને તેનો ગેરકાયદે વેપાર કરે છે. જો કે વન-પ્રાકૃતિક ધારા હેઠળ આવા કાચબા ઘરમાં રાખવા-વેંચવા એ ગુન્હો બને છે. જેમાં દંડ અને જેલની સજાની જોગવાઈ છે.
તેનું મુખ્ય નામ ભારતીય તારક કાચબો છે પણ એ ભારત અને શ્રીલંકાના સુકા કે ઝાંડીઝાંખરાવાળા વિસ્તારમાં જોવા મળતું સરિસૃપ પ્રાણી છે,
IUCN :- LEAST CONCERN
√ ટેરાપીન - મીઠાપાણીના કાચબા
ટર્ટલ - દરીયાઈ અથવા સમુદ્રીક કાચબા
૧) ઓલિવ રિડલી દરીયાઈ કાચબો
૨) લીલો દરીયાઈ કાચબો
મુખ્યત્વે વિષુવવૃત્તિય વિસ્તારોના સમુદ્રમાં જ જોવા મળતા લીલા દરીયાઈ કાચબાનું સરેરાશ વજન ૨૫૦ કિલોગ્રામ જેટલું અને તેમની લંબગોળાકાર ઢાલની લંબાઈ ૯૦ થી ૧૨૦ સેન્ટીમીટર જેટલી જોવા મળે છે. મુખ્ય રંગ લીલાશ પડતો કથ્થઇ અને બચ્ચાઓમાં ચળકતી લકીરો પણ જોવા મળે છે. દરીયા કીનારાની રેતીમાં એ ચાલે ત્યારે ૧૦૦થી ૧૩૦ સેન્ટીમીટર પહોળી ભાત એમના આગલા પગને કારણે પડે છે જે કીનારાની રેતીના પ્રકાર પ્રમાણે ૨ થી ૩ સેન્ટીમીટર જેટલી ઉંડી હોય છે અને બરોબર વચ્ચે પુછડીના ઘસડાવાથી એક સળંગ કે ત્રુટક ત્રુટક લીટી દોરાતી રહે છે. એક ઇંડાની લંબાઇ લગભગ સાડા ચાર સેન્ટીમીટર જેટલી હોય છે.
૩) લેધરબેક કાચબો
મોટા મહાસાગરમાં લેધરબેક પ્રકારનો કાચબો જોવા મળે છે. તેમનુ વજન ઘણીવાર ૮૦૦-૯૦૦ કિલોગ્રામ વજનના હોય છે. રાક્ષસી કદના આ કાચબામાં સેંકડો કિલોગ્રામના હીસાબે ચરબી હોય છે. મોટું કદ અને ભારે શરીર હોવા છતાં તે દરીયામાં ૩૫ કિલોમીટર/કલાકનો વેગ પ્રાપ્ત કરી શકે છે.
હાલમા પૂથ્વી પરના તમામ કાચબાઓમાં તે સૌથી મોટો હોય છે
મારી ૨૦૧૧ માં ઓખા ની મુલાકાત લીધી હતી . ત્યાનો નજારો અદભૂત હોય છે.
મારા વિડિયો ની લિંક જોવા નીચે ક્લિક કરો.
ગાર્ડન સિટી માં કાચબા સાથેે
જગત મંદિર દ્વારકાની મુલાકાતે આવતાં સહેલાણીઓ માટે ઓખામઢી નજીકનું કાચબા ઉછેર કેન્દ્ર આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. અહીં મરીન નેશનલ પાર્ક દ્વારા લીલા દરિયાઈ કાચબા અને ઓલીવ રીડલી કાચબાનો ઉછેર, સરક્ષણ અને સંવર્ધન કરવામાં આવે છે.
કાચબાનું સંરક્ષણ કરવુ જરૂરી:-
છેલ્લા દાયકાઓમાં સમગ્ર વિશ્ર્વમાં દરિયાઇ કાચબાની સંખ્યામાં નોઘપાત્ર ઘટાડો નોંઘાયેલ છે આથી સમગ્ર વિશ્વના દરિયા કિનારે પ્રજનન કરવા અને ઇંડા મુકવા આવતા દરિયાઇ કાચબાનું સંરક્ષણ કરવુ ખુબ જ જરૂરી બન્યુ છે આ દરિયાઇ કાચબા સરિસૃપ પ્રાણી હોવાને લીઘે તેઓ સીઘ્ઘા બચ્ચાને જન્મ આપી શકતા નથી અને તેથી તેને સમુદ્રમાં પ્રજનન બાદ દરિયાકાંઠાના રેતાળ દરિયા કાંઠે ઇંડા મૂકવાની ફરજ પડે છે આ ઘટના કાચબાની એક મજબૂરી કહી શકાય કારણ કે આ પ્રક્રિયા દરમિયાન આકસ્મિક રીતે માછીમારની જાળમાં ફસાઇ કોઇ મોટા જહાજના પંખાઓ સાથે અથડાવના પ્રસંગો બનાવા પામતાં હોય છે.
ગુજરાતના દરિયા કીનારે કુલ 4 ચાર પ્રજાતિ જોવા મળે છે.
જયારે માદા ઇંડા મૂકી જતી રહે છે ત્યારે કૂતરા, શિયાળ, ઝરખ અને વરૂ જેવા વિવિઘ પ્રાણીઓ વ્દારા ભક્ષણ થાય છે. ઘણા દેશોમાં તેના ઇંડાઓ તથા માસનો માણસો દ્વારા ખોરાકમાં ઉપયોગ કરવામાં આવે છે. હાલ વિશ્ર્વમાં દરિયાઇ કાચબાની કુલ સાત 7 પ્રજાતિ જોવા મળે છે જેમાંથી ભારતમાં પાંચ અને ગુજરાતના દરિયા કીનારે કુલ 4 ચાર પ્રજાતિ જોવા મળે છે.
ગુજરાતમાં જોવા મળતા દરિયાઇ કાચબાઓમાં
1.લીલો દરિયાઇ કાચબો,
2.ઓલીવ રીડલી,
3.હોકસબીલ
4. લેધર બેક
જે તમામ પ્રજાતીઓનો વન્ય પ્રાણીઘારા 1972ની અનુસુચિ 1માં સમાવેશ થયેલ છે અને તમામ IUCN લિસ્ટમાં સામેલ કરાયેલ છે.
દરિયાઇ કાચબાનું જીવનચક્ર :-
ખુલ્લા વિશાળ દરિયામાં કાચબાઓ પોતના ખોરાકની શોઘમાં હજારો કિલોમીટર વિહારતા હોય છેે.
પ્રજનન કરવા માટે પુખ્ત નર અને માદા કાચબા પોતાના માતૃ દરિયાકાંઠાના વિસ્તાર તરફ આગળ વઘે છે. દરિયા કિનારાના અમુક કિલોમીટર માં તેમનું સંવનન અને સંભોગ થાય છેે.
સંભોગના બેથી ત્રણ અઠવાડિયા બાદ માદા રેતાળ દરિયાકાંઠે ઇંડા મુકવા આવે છે મુખ્યત્ત્વે રાત્રીના સમયે જ માદા ભરતીના વિસ્તારથી ઉપરના વિસ્તારમાં યોગ્ય જગ્યામાં ત્યાlર કરે છે.
માળો ત્યાર કરતી વખતે સપાટી પરની રેતી ને સાફ કરી ને માદા પાછળના પગ વડે એક ચંબુ આકારનો ર થી 3 ફુટ ઉંડા પાચથી સાત ખાડા ખોદે છે અને એક ખાડામા તેમાં સામન્ય રીતે 80 થી 130 જેટલા સરેરાશ ઇંડા મુકીને પછી માળાને ફરી સાવઘાની પુવર્ક ઢાંકી દે છે.
આ સમગ્ર પ્રક્રિયા થતા આશરે 3 કલાક જેટલો સમય લાગે છે બાદમાં માદા અલગ જ જગ્યાએથી દરિયામાં સરકી જાય છે બાદમાં કયારે નર કે માદા માળા પાસે પરત આવતા નથી.
એક હજારમાંથી ફકત એક જ બચ્ચુ પુખ્તવય મેળવે છે.
માળામાં રહેલ ઇંડાઓનુ સેવન માળામાં રહેલ ભેજ અને સુર્યપ્રકાશની ગરમીથી થાય છે તેમાં પણ ર8 થી 30 ડીગ્રી તાપમાન દરમ્યાન નર માદા બને છે અને 28 ડીગ્રીથી નીચા તાપમાને નર અને 30 ડીગ્રીથી ઉ5રના તાપમાને માદા બચ્ચા બનતા હોવાનું વૈજ્ઞાનિકોનું તારણ છે ઇંડામાંથી બચ્ચા બનતા 50 થી 60 દિવસનો આશરે સમય લાગે છે મોટે ભાગે માળામાંથી બચ્ચા રાત્રીના સમય દરમ્યાન બહાર નીકળે છે .બહાર નીકળ્યા બાદ મોટે ભાગે વઘારે પડતા પ્રકાશથી આર્કષાયને દરિયાના પાણી તરફ આગળ વઘે છે. બચ્ચાઓ અમુક સમય દરમ્યાન દરિયાના છીછરા પાણી ખોરાક મેળવ્યા બાદ પાણીના પ્રવાહમાં આગળ વઘે છે. આ બચ્ચાઓ વિવિઘ તબકકાઓ દરમ્યાન કુદરતી કે કૃત્રિમ રીતે મૃત્યુ પામે છે. આમ ઇંડામાંથી બહાર આવેલ એક હજાર બચ્ચામાંથી ફકત એક જ બચ્ચુ પુખ્તવય પ્રાપ્ત કરે છે તેવુ જીવ વૈજ્ઞાનીકોનું તારણ છે.
દરિયાઈ કાચબાઓનું સંરક્ષણ અને સંવર્ઘન:-
દરિયાઇ કાચબાની પ્રજાતીઓને વન્યપ્રાણી સંરક્ષણ અઘિનિયમ 1972 હેઠળ અનુસુચિ 1માં પ્રતિબંઘિત જાહેર કરેલ છે જેથી કરીને દરિયાઇ કાચબાને પકડવો અથવા તેના શરીરના ભાગોનો વેચાણ કરવુ ગેરકાયદેસર છે .આ થઇ કાયદાકીય રીતે સંરક્ષણ વાત હવે તેના સંવર્ઘની વાત કરીયે તો ગુજરાત નો દરિયાકીનારો 1600 કીમી લાબો છે જેમા 11 જિલાઓ અને 40 તાલુકાઓનો આવરી લે જે દરિયાકીનારો ઘણી વિવિઘતા ઘરાવે છે જેમા દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, ગીરસોમનાથ, જુનાગઢ જીલ્લાના રેતાળ દરિયાકીનારે દરિયાઇ કાચબા ના સંવર્ઘન માટે ખુબ અગત્યતા ઘરાવે છે. આ જીલ્લાઓના રેતાળ દરિયાકીનારે જુલાઇ થી ફેબ્રુઆરી મહીના દરમ્યાન માદા કાચબાઓ ઇંડા મુકવા આવે છે .
જેના સંરક્ષણ અને સંવર્ઘનના હેતુ સર દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકાના ઓખામઢી ગામ ના દરિયાકિનારે વનવિભાગ ગુજરાત રાજય ના મરીન નેશનલ પાર્ક જામનગર વિભાગ હેઠળની દ્વારકા રેન્જ હેઠળ દરિયાઈ કાચબાઓ માટેનું ઉછેર કેન્દ્ર કાર્યરત છે.
જેમા હાલ આ અલભ્ય અને દરિયાઇ જીવસૃષ્ટિમાં મહત્વનું આગવું સ્થાન ધરાવતા દરિયાઈ કાચબાનો ઉછેર કરવામાં આવે છે
જેમા હાલ આ અલભ્ય અને દરિયાઇ જીવસૃષ્ટિમાં મહત્વનું આગવું સ્થાન ધરાવતા દરિયાઈ કાચબાનો ઉછેર કરવામાં આવે છે
કાચબા ઉછેર કેન્દની કામગીરી:-
મરીન નેશનલ પાર્ક દ્વારકા રેન્જ હેઠળના કાચબા ઉછેર કેન્દ્ર એક હેકટર વિસ્તારમાં પથરાયેલ છે જેમા મુખ્ચ વન સંરક્ષક અને નાયબ વન સંરક્ષક ના માર્ગદશન હેઠળ મરીન નેશનલ પાર્ક દ્વારકા રેન્જ હેઠળના સ્ટાફ તથા કર્મચારીઓ દ્વારા વહેલી સવારે દરરોજ નાવર્દા, કુરંગા, ઓખામઢી, ભીમપરા, અને ઘ્રેવાળ આજુબાજુના રેતાળ દરિયાકાંઠે સ્થળ તપાસ કરવામાં આવે છે.
સંવર્ધનની કામગીરી:-
જેમાં માદા કાચબાના પગલાંની છાપને જોઈ બનાવવામાં આવેલ માળામાંથી સુરક્ષિત રીતે ઈંડા એકત્ર કરી અને વાહન દ્વારા વાહતુક કરી અને કાચબા ઉછેર કેન્દ્ર ખાતે લાવવામાં આવે છે.
જ્યાં હેચરીના સ્થળ પર કુત્રિમ માળો તૈયાર કરી તેમા ઈંડાને કુદરતી સ્થિતિમાં હોય તે રીતે ગોઠવી માથે રેતી પાથરી દેવામાં આવે છે .
જેમા માળા નંબર ઇંડાની સંખ્યા વજન માપ,સાઇઝ તાપમાન વિગેરે બાબતોની ડેટા એન્ટ્રી કરવામાં આવે છે બાદ 50 થી 60 દિવસે કે જયારે કૃત્રિમ માળા માંથી બચ્ચા બહાર આવે ત્યારે તેને કાચબા ઉછેર કેન્દ્ર ખાતે સાતથી આઠ દિવસ સુઘી કુદરતમાં જીવવા માટે સક્ષમ થાય ત્યા સુઘી ખોરાક આપી રાખવામાં આવે છે. બાદમાં કુદરતમાં રહેવા માટે ત્યાર થયેલ બચ્ચાને રેતાળ દરિયાકાંઠે થી તેમનું જીવનચક્ર શરૂ કરવા મુકત કરવામાં આવે છે .
હાલ આ રીતે ઓખામઢી હેચરી ખાતે લીલો દરિયાઈ કાચબા અને ઓલીવ રીડલી કાચબાના ઉછેર સંરક્ષણ અને સંવર્ધનની કામગીરી હાથ ઘરવામાં આવે છે.
પ્રકૃતિપ્રેમી
અમિત રાણા
(ENVIRONMENT ENGINEER)
CONTACT NO :- 8460286892










No comments:
Post a Comment