Friday, 21 May 2021

Sunderlal Bahuguna - Environmentalist ( સુંદરલાલ બહુગુણા પર્યાવરણવિદ)


પર્યાવરણીય સંરક્ષણ ના પ્રણેતા શ્રી સુંદરલાલ બહુગુણાનું આજે કોરોનાને કારણે 
નિધન થયું.

ઉત્તરાખંડના મરોડા નામના ગામમાં ૯ જાન્યુઆરી, ૧૯૨૭માં જન્મેલા સુંદરલાલ બહુગુણા ગાંધીવાદી વિચારધારાને વરેલા હતા. એ જ વિચારધારાએ તેમને પર્યાવરણ બચાવવાની ઝુંબેશની પ્રેરણા આપી હતી. 

૧૯૮૦ના દાયકામાં હિમાલયમાં મોટા બંધ બાંધવા સામે નેતૃત્વ કર્યું હતું તેમને તેહરી ડેમ ના નિર્માણનો ઉગ્ર વિરોધ કર્યો હતો.

તેમના પર્યાવરણ પ્રત્યે ના જુસ્સાને કારણે યુવાનોને પ્રેરણા પણ આપી હતી તેમનો આશ્રમ યુવાનો માટે ખુલ્લો જ હતો જેથી  તેમની સાથે સરળ વાતચીત કરી શકે.

તેમને તેમની પત્ની વિમલા સાથે એવી શરત સાથે લગ્ન કર્યા હતા કે તેઓ ગ્રામીણ લોકો માં રહે અને ગામમાં જ આશ્રમ સ્થાપે.

તેમને ઘણા વર્ષોથી જંગલોની કાપણી ની સમસ્યાઓ વિશે લખ્યું હતું.


પર્યાવરણ માટે ૧૯૭૩માં ચિપકો આંદોલનની આગેવાની લીધી. એ દિવસોમાં આડેધડ વૃક્ષોને કાપવામાં આવતા હતા તેની સામે લડત આપી. સાથે સાથે લોકોમાં જાગૃતિ ફેલાવી.ઇકોલોજીકલ રીતે સંવેદનશીલ ઝોનમાં વૃક્ષોના કાપતા અટકાવવા તેમની સ્થાનિક મહિલાઓની સાથે ચિપકો આંદોલન ની સ્થાપના કરી હતી આંદોલનની સફળતાના પરિણામે પર્યાવરણીય સંવેદનશીલ જંગલોની જમીનનો માં વૃક્ષોને કાપવા પર પ્રતિબંધ મુકવા નો કાયદો બનાવવામાં આવ્યો હતો. તેમને ચીપકો સુત્ર પણ આપ્યું હતું :- "ઇકોલોજી કાયમી અર્થતંત્ર છે ".


ભારતમાં આજે ઘણાં પર્યાવરણ એક્ટિવિસ્ટ છે, પણ એ દિવસોમાં સુંદરલાલ બહુગુણા સૌથી નોંધપાત્ર ગણાતા હતા. તેમનું એ દિશામાં કામ એટલું સદ્ધર હતું કે તેમને પર્યાવરણ ગાંધીના લાડકા નામે લોકો સંબોધતા હતા. 

૧૯૮૧માં જ્યારે ભારત સરકારે તેમને પદ્મશ્રી પુરસ્કાર આપવાની જાહેરાત કરી ત્યારે તેમણે એવું કહીને એ સન્માન લેવાનો ઈનકાર કરી દીધો હતો કે જ્યાં સુધી વૃક્ષોને કાપવાનું ચાલુ છે ત્યાં સુધી હું મારી જાતને આ સન્માનને યોગ્ય સમજતો નથી.

See link below :-

તેમને મળેલા એવોર્ડ:-

૧) ૧૯૮૧માં ભારત સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડ પરંતુ તેમને તેનો ઇનકાર કર્યો.
૨) 2009માં પર્યાવરણ સંરક્ષણ માટે ભારત સરકાર દ્વારા પદ્મવિભૂષણ એવોર્ડ મળ્યો હતો.


તેમના પુસ્તકો :-

૯૧ વર્ષના સુંદરલાલ બહુગુણા પર્યાવરણના સંરક્ષણ માટે અડધો ડઝન જેટલાં પુસ્તકો પણ લખ્યા છે.


૧)ભારત નું પર્યાવરણ
 ૨)પર્યાવરણીય કટોકટી અને માનવીય જોખમ

૩) ધરતી કી પુકાર
   



અવસાન:-

૨૧મી ૨૦૨૧ ના રોજ ૯૪ વર્ષની વયે અવસાન થયું.


મારા સુંદરલાલ બહુગુણા ના નિધન પર બે શબ્દો:-


" આજની તેમની વિદાય પર્યાવરણીય ક્ષેત્ર અને વિશ્વને નુકસાન સમાન છે, તેમને પ્રકૃતિની સાથે શહેરમાં જીવવા માટેની આપની સદીઓ પુરાણી નૈતિકતા પ્રગટ કરી હતી, આવો કુદરતનો મિત્ર ની અચાનક વિદાય થી હું તેમને મારા સત્ સત્ નમન."



પ્રકૃતિપ્રેમી  
અમિત રાણા 
( ENVIRONMENT ENGINEER ) 
CONTACT  NO . :- 8460286892 


Co powered by :- PARADISE INDIA 




No comments:

Post a Comment

ગુજરાતનું પહેલું ઇકો વિલેજ- ધજ ગામ

વનરાજીથી શોભતુું માંડવીનું ધજ ગામ બન્યું દેશનું પ્રથમ ઇકો વિલેજ સ્માર્ટ વિલેજ, આદર્શ ગામ, ગોકુળિયું ગામ જેવા શબ્દો આપણા કાને અવા...