Thursday, 20 May 2021

Roadside ના ઝાડ કેમ પડી જાય છે? અને આવા પડી ગયેલા ઝાડ ને ફરીથી પુનઃરોપણી કઈ રીતે કરવી ?



" સંતતિ વિનાના લોકોનું ભાવિ જેમ ધૂંધળું હોય છે તેમ વૃક્ષો વિનાના રાષ્ટ્રનું ભાવિ નિરાશાજનક હોય છે."


  

વૃક્ષો માટે કયાં છે દવાખાનું!!!!!!!!!!!!

આજે રસ્તે મે કેટલાય વૃક્ષો ધરાશયી થતા જોયા. 

  વૃક્ષ છેલ્લા શ્વાસ ગણી રહ્યું છે. શું એના માટે કોઈ વેન્ટિલેટર છે?

જો બચી જશે તોય કોઈ એને રેહવા નઈ દે.

 વાવા ઝોડા એ કેટલાય વૃક્ષોનું નિકંદન વાળ્યું. 

પણ યોગ્ય ટેકનોલોજીની વ્યવસ્થા કરીને વૃક્ષોને શિફ્ટ કરવાની અને ફરી કોઈ જગા એ રોપીને ઉગાડવા ની દાનતનો અભાવ.....

ને ખબર હતી વાવાઝોડાની તો આપણે એ વૃક્ષો માટે કેટલા સજાગ થયા?

ધરતી કંપ કે અન્ય ઘટના થી ઊંચી ઊંચી ઇમારતો ના પ્રોટેક્શન આપણે રાખ્યા છે. પણ આ વૃક્ષો ઉખડી ના જાય, તેને કોઈ કાપે નહિ અથવા તો તે મૂર્જાય ના જાય તેની કોઈ કાળજી કે વ્યવસ્થા આપણી પાસે નથી

 અત્યારે રસ્તે ખૂબ સંખ્યામા પડી ગયેલ વૃક્ષો જોયા ત્યારે અંદરથી હાય નીકળી ગઈ.

કેટલો લોસ થયો ઓક્સીજન નો? કદાચ આપણે કિંમતનો આંકડો નહિ માંડી શકીએ.

માણસ પોતાનું જ ધ્યાન રાખવામાં એનું જે ધ્યાન રાખે છે તેનું ધ્યાન નથી રાખતો.

ચાલો વૃક્ષ ને સાજા કરીએ




તૌક્તે વાવઝોડા ના કારણે હજારો વૃક્ષો ધરાશાયી થયા છે. ઘણા ખેડૂતોના વર્ષોથી જતન કરેલા પાકો અને વૃક્ષો સહિત ઘણું નુકસાન થવા પામ્યું છે. તેને કારણે મોટી સંખ્યામાં વૃક્ષો પડવાથી પર્યાવરણને પણ નુકસાન થયું છે. 

તે માટે આજે વિવિધ પ્રકારના વૃક્ષોની જગ્યા , તેમનો લોકેશન , તેમની ગોઠવણી વિષે સમય મળ્યો તેટલો અભ્યાસ કર્યો . આજ રોજ અમારા સહકાર્યકર દ્વારા  હાર્દિક પટેલ દ્વારા અંકલેશ્વર નગરપાલિકાથી લઈને હાંસોટ સુધીના વૃક્ષો ના ફોટા પાડી અને તેનો ઝીણવટ પૂર્વક તેમના વિચારો નું પણ અહી આજના બ્લોગ માં ખેડાણ કર્યું છે. 


( નીચે આપેલા ફોટાઓ :- હાર્દિક ભાઈ પટેલ )














રોડ સાઇડ ના ઝાડ કેમ પડી જાય છે? 

હાલમાં આવેલા તૌક્તે વાવાઝોડાએ રાજયમાં હજારોની સંખ્યામાં વૃક્ષોની તારાજી સર્જી છે. ગ્રાઉન્ડમાં રોપેલા  કે ગાર્ડન માં  રોપેલા ઝાડ કરતાં વાવાઝોડામાં જમીનદોસ્ત થયેલા 70 - 80 % ઝાડ રોડ સાઇટ પરના કે ડિવાઇડર પાસેના હોય છે. ગાર્ડનના ઝાડ ને એટલું બધુ કોઈ નુકસાન થયું નથી. 

રોડ સાઇટ પરથી ઝાડ  પડી જવાના  કારણો :- 

1) અહીના રોપાતા મોટા ઝાડના મૂળિયાં ઊંડે ઉતરતા ન હોવાથી 
2)  આદેડધ પ્લાનિંગ વગરના રસ્તા , ડિવાઇડર , ફૂટપાથ બનાવવા 
3)  રોડ  પાસેની દીવાલો  ના કારણે મૂળિયાં ઊંડા ઉતરતા નથી અને વધારે ફેલાતા નથી 











વાવાઝોડામાં પડી ગયેલાં વૃક્ષોને ફરીથી કેવી રીતે  જીવંત કરી શકાય છે ? :- 

1)- સહુ પ્રથમતો તેની મોટી-મોટી બધીજ ડાળીઓ કાપી નાખો.થડ બાજુનાં ભાગે આશરે ત્રણેક ફૂટનો ભાગ રાખી દેવો. ડાળીઓ કાપવા માટે કરવતનોજ ઉપયોગ કરવો,કુહાડીનો નહીં . 

2)-થડ બાજુનાં કપાઇને ખૂલ્લા થયેલા ભાગ ઉપર -- ચીકણી માટીનો ગારો બનાવીને મલમની જેમ જાડો લેપ લગાડી દેવો.

3)- થડ બાજુનો જમીનનો ભાગ તપાસો. તુટ્યાં હોવા છતાંય થડ સાથે નાં ઘણાં મૂળ હજી જીવંત  હોય  છે. તે બધાજ મૂળની લંબાઈનો અંદાજ કાઢો.અને પછી વૃક્ષની મૂળ જગ્યાએ એટલો ઉંડો અને પહોળો ખાડો ખોદો , કે જે પેલા અંદાજ પ્રમાણે હોય.

4)- હવે એ વૃક્ષનાં ઠુંઠાની ઉપરના ભાગે ચારે બાજુએ મજબૂત દોરડાંઓ/નાળાઓ/રસ્સાઓ બાંધો.

5)-નાળાનાં દરેક છેડે જરુરિયાત મુજબની સંખ્યામાં માણસોને ઊભા રાખીને છેડાને તેના હાથમાં પકડાવો.

6)-હવે વૃક્ષ જે બાજુએ સૂતું છે તેનાથી વિરુધ્ધ દિશામાં તેને દોરડાઓ વડે ખેંચીને ઊભું કરવાનું છે.(જી.ઈ.બી.વાળા ઈલેક્ટ્રીકનાં થાંભલાઓ ઊભા કરે છે, બરાબર તે જ રીતે.)

7)-વૃક્ષનાં બધાજ મૂળ ખાડાની અંદર તેની જૂની સ્થિતિ મુજબજ આવે તેની શક્ય તેટલી કાળજી રાખવી, તથા વૃક્ષ જમીનથી  90  અંશનાં ખૂણે બરાબર સીધુંજ ઊભું રહે તે ખાસ જોવું.

8)- વૃક્ષ પોતાનાં ખાડા ઊપર બરાબર સીધું ગોઠવાય જાય ત્યાર બાદ તેને બધીજ બાજુએથી ટેકા ભરાવવા. ટેકા માટે મજબૂત,જાડા લાંબા લાકડાં અગાઉથીજ તૈયાર રાખવા. ટેકાનો એક છેડો બેલાખિયા વાળો (સણેથા જેવો) રાખવો.અને તે ભાગ ડાળીને સખત રીતે ભરાવીને બીજો છેડો જમીનમાં મજબૂતીથી ખૂંચાડી દેવો.બધાજ ટેકાઓ થડ અને જમીન સાથે પીસ્તાલીસ અંશને ખૂણે (ત્રાંસા) ભરાવવા. જો બેલાખિયા વાળા લાકડાં ન મળે તો બે લાકડાને એક છેડેથી મજબૂત દોરી કે વાયરથી બાંધીને ઘોડી બનાવીને આવી ઘોડીઓ બધી બાજુ ભરાવી દેવી.

9)- બધાજ ટેકાઓ બરાબર ગોઠવાય ગયા બાદ , સારા સડેલા સેન્દ્રિય ખાતરનો એક ભાગ તથા માટી ત્રણ ભાગનાં મિશ્રણ વડે ખાડો આખો ભરી દેવો. ભરાય ગયા બાદ પણ તેની ઊપર વજન માટે જમીનથી બે ફૂટ ઊંચે સુધી માટીનો ઢગલો કરી દેવો. પછી વૃક્ષ સાથે બાંધેલા દોરડાઓ છોડી લેવા.

10)-જો પાણી પાવાની જરૂર પડે તો પેલા પૂરેલા ખાડાની હદની બહાર ફરતી બાજુએ 6  ઈંચ પહોળી તથા 6  ઈચ ઉંડી ગોળ રીંગ ખોદીને તેમાં જ પાણી ભરવું.

11)-વૃક્ષમાં ધીમે-ધીમે નવા અંકુરો ફૂટવા લાગશે, અને ફરીથી નવ પલ્લવીત થઈ જશે.

12)- જો જમીન કાળી અને ચીકણી હોય તો ભરાવેલા બધાજ ટીકાઓ એક વરસ સુધી ભરાવેલાં રાખવા., પણ જો જમીન મોકળી,ગોરાડું કે રેતાળ હોય તો બે વરસ સુધી ટેકા ભરાવેલા રહે તે જરૂરી છે.
આટલું કરવાથી આપણાં અતિ કિંમતી વૃક્ષને જરૂ બચાવી શકાશે.


મારા વિચારો અને નિષ્કર્ષ :- 

1) સૌ પ્રથમ ભારત માં ચેન્નઈ દ્વારા Tree Ambulance  નામનો પ્રોજેકટ લાવવાંમાં  આવ્યો હતો . જેથી તે પ્રેરાઇને હું જો અમારી એનજીઓ પાસે વધરે ફંડ આવશે તો તેમાથી કે કોઈ કંપની ના સહયોગથી આવી એમ્બ્યુલન્સ ઊભી કરી ભરુચ જીલ્લામાં  જ્યાં પણ વૃક્ષો બીમાર જણાય, પાડવાની હાલત હોય ,વૃક્ષરોપણ માટે , સીડબોલ ના વિતરણ જેવી સેવાઓ પ્રદાન કરી શકીશું . 





2) અંકલેશ્વર કે ભરુચ માં કોઈ કંપની . કે ભરુચ નગરપાલિકા  કે અંકલેશ્વર  નગરપાલિકા દ્વારા આધુનિક ટ્રી પ્લાંટેશન માટેના  ટ્રક  ની ખરીદી કરવી જોઈએ . જેથી આવા પાડી ગયેલા વૃક્ષોને ફરીથી જીવંતદાન આપી શકાય . 










પ્રકૃતિપ્રેમી 
અમિત રાણા 
(ENVIRONMENT ENGINEER)

CONTACT NO . _ 8460286892 






  

Co powered by : PARADISE INDIA  

No comments:

Post a Comment

ગુજરાતનું પહેલું ઇકો વિલેજ- ધજ ગામ

વનરાજીથી શોભતુું માંડવીનું ધજ ગામ બન્યું દેશનું પ્રથમ ઇકો વિલેજ સ્માર્ટ વિલેજ, આદર્શ ગામ, ગોકુળિયું ગામ જેવા શબ્દો આપણા કાને અવા...