હાલમાં અંકલેશ્વરમાં નગરપાલિકાની ડંપિંગ સાઇટ પર ઘન કચરાઓનો વધતો જતો પ્રશ્ને નગરપાલિકાની ઊંઘ હરામ કરી દીધી છે . તેમજ હાલમાં તે જગ્યા પર ઘન કચરાને બળવાને કારણે નજીકની સરસ્વતી નગરમાં અતિ દુર્ગંધ મારતી વાંસ થી લોકો હેરાન થઈ ગયા હતા .
સિટી અંકલેશ્વર માં ઘન કચરાના નિકાલના પ્રયત્નો અત્યાર સુધી નિષ્ફળ નિવડ્યા બાદ હવે આ ૨૦૨૧ ના બજેટમાં સારું એવી યોજના પાછળ પૈસા ખર્ચ્યા છે. અંકલેશ્વર નગરપાલિકાના સત્તાવાળાઓ ઘન કચરાના નિકાલની વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવવાની દિશામાં આગળ વધવા વિચારણા કરી બજેટમાં તેનું વર્ણન કર્યું છે.
હાલમાં કોર્પોરેશન માત્ર ઘન કચરાને સોસાયટીઓ તથા કમર્શિયલ કોમ્પલેક્સથી સુકવણી જગ્યા પર ડમ્પ કરવાની કામગીરી કરે છે, પરંતુ તે ડંપિંગ સાઇટ ખાતે સર્જાયેલા કચરાના ઢગલાનો નિકાલ કરવામાં તથા નવા કચરાને ત્યાં ડમ્પ કરવા સિવાયના વિકલ્પો શોધવામાં નિષ્ફળતા મળી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત મિશનના સમયમાં નગરપાલિકા માટે ઘન કચરાના નિકાલના માર્ગ શોધવા અનિવાર્ય બન્યાં છે.
આ કચરાનાં ઢગલાંમાં ઉત્પન્ન થતા ગેસની દુર્ગંધની અસર દૂર-દૂર સુધી અનુભવાય છે. કચરાના આ ઢગલાં અને ઝેરી ગેસના કારણે આસપાસના વિસ્તારોમાં વસતા નાગરિકોના આરોગ્ય સામે જોખમ હોવાની ચેતવણી પણ અનેક વખત આપવામાં આવી છે.
અગાઉ કચરાના ઢગલાંના નિકાલ માટે કેટલાક પ્રયત્નો કર્યાં હતા પરંતુ તેનું કોઇ નક્કર પરિણામ મળ્યું નહોતું. વર્ષોથી ઠલવાતા રહેલા કચરાને પ્રોસેસ કરીને તેના નિકાલ માટે કેટલીક કોન્ટ્રાક્ટ કંપનીઓને જમીન અને અન્ય માળખાગત સુવિધાઓ પૂરી પાડી હતી. જોકે, કચરાના એકત્રીકરણમાં જ કોઇ નીતિ નહોતી અને વિવિધ પ્રકારનો કચરો એક જ સ્થળે ઠાલવવામાં આવતો હોવાથી કચરાને પ્રોસેસ કરીને તેનો નિકાલ કરવામાં પારાવાર મુશ્કેલીઓ ઊભી થતી હતી. વર્ષોની જહેમત બાદ માત્ર ખાતર બનાવતી કંપની જ ઠીકઠીક કામ કરી રહી છે પરંતુ તે સિવાય તમામ કંપનીઓ કચરાના યોગ્ય પ્રોસેસિંગમાં નિષ્ફળ પુરવાર થઇ છે.
અંકલેશ્વર માં પ્રતિદિન હજારો ટન કચરો ઉત્પન્ન થાય છે, જેમાં બિલ્ડિંગ મટીરિયલ્સ, પ્લાસ્ટિકની કોથળી અને બોટલ્સ, રસોડાંનો એંઠવાડ, હોસ્પિટલ્સનો કચરો વગેરેનો સમાવેશ થાય છે. તાજેતરના વર્ષોમાં નગરપાલિકામાં હોસ્પિટલોના ભયજનક કચરાને અલગ તારવવાની વ્યવસ્થા ગોઠવી છે અને તે જ રીતે એંઠવાડના નિકાલ માટે પણ નવેસરથી કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા છે. પ્લાસ્ટિકની ચીજ વસ્તુઓના રિસાઇકલિંગ માટે એક સંસ્થાને કામ સોંપવામાં આવ્યું છે.
તાજેતરમાં અંકલેશ્વરની સુકવણી ની જગ્યા પર કૌભાડ આચારવતું હોય તેના પ્રશ્નો ઊભા થયા છે.

હાલમાં કચરામાંથી વીજળી ઉત્પન્ન કરવાના પ્રોજેક્ટ સમગ્ર દેશમાં ચાલુ થઇ રહ્યા છે ત્યારે તેના પગરણ અંકલેશ્વરમાં પણ કરવા જોઈએ . પરંતુ આટલા મોટા પ્રમાણમાં કચરાને સળગાવવાથી પર્યાવરણના વિકરાળ પ્રશ્ન ઊભા થવાની આશંકા છે અને તેથી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (જીપીસીબી) આ પ્રોજેક્ટની પર્યાવરણીય અસરો અંગે ચકાસણી કરી ત્યારબાદ જ તેમાં આગળ વધવું શક્ય બનશે તેવી શરતે મ્યુનિ.એ ઘન કચરામાંથી વીજલી ઉત્પન્ન કરવાના પ્રોજેક્ટને મંજૂરી આપવી જોઈએ.
બે ડસ્ટબિનની વિચારણા ની યોજના તદન નિષ્ફળ ગઈ છે. શહેરમાં ઘન કચરાના એકત્રીકરણની પદ્ધતિમાં ફેરફાર કરવાની વિચારણા કરવી જોઈએ હાલમાં તમામ પ્રકારનો કચરો સોસાયટીમાં રાખવામાં આવેલી મોટી ડસ્ટબિનમાં ઠાલવવામાં આવે છે તેના બદલે ઘર કે દુકાનેથી જ ભીનો અને સૂકો કચરો અલગ અલગ એકત્ર કરવામાં આવે તેવું કરવું જોઈએ આમ થવાથી કચરાનો નિકાલ સરળ બનશે. આ માટે દરેક નાગરિકના ઘરે બે ડસ્ટબિન આપી તેને સમજનપૂર્વક ની નીતિ બનાવી તેનું સતત મોનિટરિંગ કરવાની જરૂર છે.
૨૦૨૧ માં અંકલેશ્વર નગરપાલીકા નું બજેટ :-
98.26 કરોડ રૂપિયા વાર્ષિક આવક ના અંદાજ સાથે 85.69 અંદાજિત ખર્ચ સાથે 12.56 કરોડની પુરાંત વાળું બજેટ રજુ કરાયું
પર્યાવરણ:- 1.50 કરોડ ( ઘન કચરાનો વૈજ્ઞાનિક રીતે નિકાલ)
અંકલેશ્વર ડંપિંગ સાઇટ :-
આજે હું કચરા વિષે થોડું ચિત્ર ઊભું કરીશ :-
મારૂ નિષ્કર્ષ :- અંકલેશ્વર નગરપાલિકા એ પેહલા ત્યાં ટેક્નિકલ માણસો ને રાખવા જોઈએ . તેમજ ENVIORNMENT ની ડિગ્રી ધરાવતા વ્યક્તિઓ ની ત્યાં નિમણૂક કરવી જરૂરી છે . સતત મોનિટરિંગ કરવું જરૂરી છે. ત્યાના કેટલો કચરો નીકળે છે ?, તેની માહિતી ની રેકોર્ડ હોવા જરૂરી છે. આ રેકોર્ડ મહિને કે વર્ષે નગરપાલિકાના પ્રમુખ ,ચીફ ઓફિસર કે કારોબારી ઓફિસર સમક્ષ રજૂ કરવું જરૂરી છે. કોઈ સારી કોન્ટ્રાક્ટ કંપની દ્વારા કચરાઓ નિકાલ કરવાની નીતિ બનાવવી જોઈએ . તે કચરા માથી નીકળતું ખાતર અન્ય એજન્સી ને આપવું જરૂરી છે.
પ્રકૃતિપ્રેમી
અમિત રાણા
ENVIRONMENT ENGINEER
CONTACT NO . :- 8460286892


No comments:
Post a Comment