ગઇકાલે હું વહેલી સવારે મારી બાઇસિકલ લઈ હું રાઇડ પર જવા નિકર્યો . મારી રાઈડ પુનગામ સુધીની હતી. જે અંકલેશ્વરથી માત્ર 4 કિમી છે. સવારનું પરોઢનું ઠંડુ વાતાવરણ મારા મનને આહલાદક કરતું હતું . સવાર માં કોયલોનો ગુંજ કુદરતી નયનરમ્ય દર્શન ઊભું કરતું હતું .
ત્યારે મેઘના આર્કેડ ,અંકલેશ્વર પાસેથી પસાર થતો હતો. ત્યારે મારી નજર એક મોટા મશીન પર પડી. તે મશીન ની અંદર કરોડોનો સોનાનો જથ્થો હતો . વહેલી સવાર ના અંધારનું લાભ લઈ તે મશીન માથી બધી સોના રૂપી ખજાનો લઈ ભાગી જાવ એવું મન થતું હતું . પણ હું મજબૂર હતો . તેને ચોકીદારી કરવા એક ચોકીદાર પણ રાખવામા આવ્યો હતો. તે સોનાનો જથ્થો બીજો કઈ નહીં આપનું પ્રવાહી સોનું એટ્લે પેટ્રોલ .
પેટ્રોલ એવી ચીજ છે તેના વગર આપની બધી જીવન જરૂરીયાતો ખૂટી જવાની સંભાવના હોય છે. આજે મોટા મોટા નગરો માં દરેક રેહવાસી તેની કિમત વધવાથી ચેન નથી પડતું . હાલમાં જોઈએ તોતેનો કુદકે કુદકે તેનો ભાવ આસમાને વધી રહ્યો છે. દરેક મધ્યમ ફૅમિલી ના વડા હેરાન થઈ ગયા છે. શું કરવું આવી મહામારીમાં પણ તેની જરૂર તો પડે જ . તેનો કોઈ છુટકારો નથી
એક દિવસ અગાઉ જો સરકાર દ્વારા એવું જાહેર કરવામાં વે કે કાલે 1 દિવસ માટે પેટ્રોલ મળવાનું નથી ...તો જુઓ પછી શું થાય છે. પેટ્રોલ પમ્પ પર મોટી મોટી વાહનોની લાઈનો ,પેટ્રોલ થી છલોછલ ભરેલા કારબાઓ . કેવી અગવડતા પડી જાય છે.
સાચે બો ખતરનાક સમય આવી જાય છે. સૌથી મોટો ફટકો તો મધ્યમ કુટુંબ ના પરિવાર ને થાય છે.
(ઉપરની તસવીર થોડી રમૂજી છે પણ મારા દ્વારા ખીચેલી છે.)
આજે પેટ્રોલ ના ભાવ જોયા 1 લિટર માં 91/- રૂપિયા છે. આ ભાવ રડાવી દે એવો છે. આવા વધતાં ભાવ ની સાથે બેરોજગારી , lokdown ના પડઘા , ગરીબી જેવી સમસ્યા પણ નડે છે.





No comments:
Post a Comment