Tuesday, 18 May 2021

TAUKTE CYCLONE IS WARNING FOR HUMAN ( તૌક્તે વાવઝોડું માનવી માટે સંકેત)




તૌક્તે વાવઝોડું આજે ગુજરાત માથી પસાર થઈને વિવિધ જિલ્લા માથી  અતિ માં અતિ નુકસાન આપતું ગયું છે . હજુ તેની અસર ઉતરીય ગુજરાત માં વર્તાય રહી છે . ગુજરાતનાં દીવ ,મહુવા ,જાફરાબાદ ,વેરાવળ વગેરે વિસ્તારોમાં ઘણું આર્થિક, પર્યાવરણીય ,સામાજિક  અને માનવીય  નુકસાન પહોચાડયું છે. 

ઘણા વિસ્તારોમાં એટલી તારાજી સર્જી છે કે  હજુ કેટલાક વીક કે મહિના નીકળી જશે. 

તૌક્તે એ કેરલા ,ગોવા , મહારાષ્ટ્ર ,ગુજરાત જેવા રાજ્યોને અબજોનું નુકસાન આપતું ગયું છે.આજે ગુજરાત માથી પસાર થયું પણ તેની ભયાત્મકતા હજુ પીછો છોડ્યો નથી . આજે કેટલાય લોકોના ઘરોમાં રોટી, ચૂલા ,દીવા  થશે કે નહીં  તે એક ગંભીર બાબત છે . લોકોના ઘરો ને નુકસાન થયું છે. તે લોકો પણ તે ડર માથી હજુ બહાર આવ્યા નથી. કેટલાક લોકોએ પોતાના સગા વહાલા અને , ઢોરો ને ગુમાવ્યા છે.   


(ઉપરોક્ત ફોટો આજે સોશિયલ મીડિયામાં ઘણો ચર્ચિત રહ્યો હતો )

"કુદરત જ્યારે વિનાશ નોતરે ત્યારે આપણે માત્ર મૂક પ્રેક્ષક બની જવું પડે છે." 


આજના વાવાઝોડા જેવી કુદરતી આફતો સામે માનવી એકદમ લાચાર હોય છે અને બની જાય છે. કુદરતે માનવી નું સર્જન કર્યું છે. પણ માનવી એ કુદરત નું સર્જન કર્યું નથી. માનવીએ યાદ રાખવા જેવુ છે. માનવી પૃથ્વી પર એક મહેમાન તરીકે આવેલો છે. પણ આજે બધુ ઊંધું થઈ રહું છે. માનવીએ જાણે કુદરતને પોતાની સમજી તેનું શોષણ કરવા માંડ્યો છે. પોતાની ધનલાલસા ને કારણે  દિવસે દિવસે પ્રકૃતિનું નિકંદન કરી રહ્યો છે. માનવીએ પોતાના સરળતા માટે સાઇન્સ નો ઉપયોગ કરી  નવી નવી શોધો કરી તે બરાબર  છે. પણ તેની સાથે સાથે આર્થિક રીતે  ધન ની લાલચ ને કારણે પ્રકૃતિ નું ખૂન કરવા લાગી ગયો છે. 

આજે કોરોના અને  તૌક્તે વાવઝોડું એ કોઈ કુદરતી ઘટના નથી પણ એક માનવસર્જિત  કૌભાંડ છે. 




(વાવાઝોડા ને કારણે  અંકલેશ્વર માં ઘણી જગ્યાએ ઝાડ પડી ગયા છે ) 





(કુદરત નો કહેર - rosy starling birds . કુદરત ના આફત થી સૌથી વધુ પક્ષીઓને અસર થઇ છે 
ઉપરોક્ત ફોટો ક્યાનો  છે તે હજુ બહાર આવ્યું નથી પરંતુ આ વિદેશી પક્ષી  આવી આફત ને કારણે મૃત્યુ પામવું  તે  અત્યંત ભયજનક  કુદરતનો સંકેત છે. )


 





કેટલાય પક્ષીઓ  મોતના મુખમાં મુકાયા છે તો કેટલાક તેમનો ઝાડ પરના ઘરો  ગુમાવ્યા છે.



(ઉપરોક્ત ફોટો દીવ પાસેના છે વાવાઝોડા ની તારાજી ની અસલી તસવીર) 

    










( આ તસ્વીરો બગસરા ના બસ સ્ટેશન ની છે)



( આ તસવીર અંકલેશ્વર ના GIDC ની છે )







(કેરીનો મબલક પાક ખરી પડ્યો )


આ બધી પરિણામો માનવસર્જિત છે. આ પ્રકારના વાવઝોડા હજુ સુધી આવ્યા નથી . પરંતુ આ કુદરત તરફથી એક આપણને એક ચેતવણી સમાન છે . 


સૌથી મોટું કારણ :- GLOBAL WARMING & CLIMATE CHANGE 



કેટલાક છેલ્લા  4 વર્ષોમાં અરબી સમુદ્ર ઉપર ચક્રવાતી તોફાનોમાં વધારો  થવાનું પ્રમાણ વધી રહ્યું છે . 





 પરંતુ 1998 થી આવા વાવઝોડા અત્યંત તીવ્ર બની રહ્યા છે . આપણે ત્યાં મોટેભાગે બંગાળની ખાડી માં આવા વાવઝોડા જોવા મળતા હતા કારણકે તે વિસ્તાર તેને લાયક છે પણ અરબી સમુદ્રમાં એટલા વધારે પ્રમાણ માં આવતા ના હતા 

મુખ્ય કારણો :- 

1998 થી 2019 ની સાલોમાં અરબી સમુદ્રમાં તેમન્નુ પ્રમાણ વધી રહ્યું છે .અરબી સમુદ્ર માં આવા ગરમ સમુદ્રએ અત્યંત તીવ્ર પ્રકારના વાવઝોડા નું સર્જન કર્યું છે. શિયાળાની  અને ચોમાસાની  ઋતુઓ ની શરૂઆત માં મોડુ  થવું તે પણ કારણ બની રહ્યું છે .  જેનાથી વાવાઝોડાની લાંબી મોસમમાં પરિણમે છે. એન્થ્રોપોજેનિક એરોસોલ્સ પરિબળ વધ્યું છે, જેનાથી દરિયાની સપાટીના તાપમાનના વિતરણમાં ફેરફાર થાય છે અને બદલામાં ચોમાસાના પરિભ્રમણમાં ફેરફાર થાય છે, પરિણામે વધુ સક્રિય વાવાઝોડા આવે છે.



 અરબી સમુદ્રમાંથી નીકળેલા પ્રિ-મોન્સૂન ચક્રવાત વિશે બધાને જાણવાની જરૂર છે

1. ચક્રવાત તૌક્તે 

તે 2021 નું પહેલું ચક્રવાત તોફાન છે જે અરબી સમુદ્રમાંથી ઉભરી આવ્યું છે. તે 17 મે 2021 ના ​​રોજ દક્ષિણ ગુજરાતમાં ત્રાટક્યું અને તેને ખૂબ જ ગંભીર ચક્રવાત તોફાન (વીએસસીએસ) તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યું છે. પોરબંદર, અમરેલી, જુનાગ,, ગીર સોમનાથ અને દરિયાકાંઠાના અમદાવાદ જિલ્લાઓને ચેતવણી આપવામાં આવી છે જ્યારે જૂનાગh, ગીર સોમનાથ અને અમરેલી એલર્ટ પર છે. 

2. ચક્રવાત નિસારગા

ચક્રવાત નિસારગા એ અરબી સમુદ્રમાંથી ઉભરેલો ચોમાસુ પૂર્વેનો બીજો ચક્રવાત હતો. તે મુંબઇના અલીબાગમાં પટકાયું 

3  ચક્રવાત ક્યાર 

2007 માં ચક્રવાત ગોનુ પછી ચક્રવાત ક્યાર બીજો સૌથી મજબૂત ઉષ્ણકટિબંધીય ચક્રવાત હતો. ચક્રવાત ક્યર અરબી સમુદ્રમાં વિકસિત થયો અને ભારતીય દરિયાકાંઠેથી એડેનની અખાત તરફ આગળ વધ્યો. તે પશ્ચિમ ભારત, ઓમાન, યુએઈ, સોકોત્રા અને સોમાલિયામાં પટકાયો. 

4. ચક્રવાત મહા

ચક્રવાત મહા એ એક ખૂબ જ તીવ્ર ચક્રવાતનું તોફાન હતું જે ભારતીય કાંઠાની સમાંતર ચાલતી વખતે ખૂબ જ તીવ્ર બની ગયું હતું. ચક્રવાત જ્યારે ગુજરાતની નજીક પહોંચ્યું ત્યારે નબળું પડી ગયું હતું. ચક્રવાત મહાએ ગુજરાતની નજીકના ભૂમિને ડિપ્રેશન તરીકે બનાવ્યું હતું જે પછીથી નબળું પડ્યું હતું. 

5. ચક્રવાત વાયુ

ચક્રવાત વાયુ એ અરબી સમુદ્રમાંથી ઉભરી આવ્યો હતો અને એક ખૂબ જ તીવ્ર ચક્રવાત તોફાન હતો જેના કારણે ગુજરાત રાજ્યમાં જાન અને માલનું સાધારણ નુકસાન થયું હતું. 1998 ના ગુજરાત ચક્રવાત પછી ચક્રવાત વાયુ એ સૌથી મજબૂત ચક્રવાત હતો. ભારતની સાથે ચક્રવાત વાયુએ માલદીવ, પાકિસ્તાન અને ઓમાનને પણ અસર કરી હતી.  

6. ચક્રવાત હિક્કા

ચક્રવાત હિક્કા અરબી સમુદ્રમાંથી નીકળ્યો અને તીવ્ર બન્યો અને ઓમાનને ફટકાર્યો. 2019 માં, અરબી સમુદ્રમાંથી 4 ચક્રવાત નીકળ્યો - ક્યાર, મહા, વાયુ અને હિક્કા. 


મારૂ નિષ્કર્ષ :-     

આમ  ઉપરોક્ત વાવઝોડા અરબી સમુદ્ર માં થવાનું પ્રમાણ વધ્યું છે. જેને કારણે મુંબઈ , ગુજરાતનાં દરિયાકિનારના ગામો અને શહેરો , કેરલ અને ગોવા વગેરે ને 2030 આવતા સુધીમાં ડૂબવા ને આરે છે. ત્યારે ઘણી માનવજાતિ ને નુકસાન અને તારાજી થવાનો ભય રહેલો છે . તે માટે આપણે અત્યારથી ચેતવણી ની જરૂર છે. 

હું એક ENVIRONMENT ENGINEER હોવાથી નીચેની બાબતો દરેક લોકોએ ધ્યાન માં લેવી જરૂરી છે .

1) હજુ સુધી આપણે નાગરિકો ENVIRONMENT શબ્દ ને જાણતા નથી . કોઈ પણ આ બાબત પ્રત્યે હજુ જાગ્રત થયા નથી. 

2) લોકો હજુ વૃક્ષો વાવવું એટલું સમજી બેઠા છે , એટલું પૂરતું નથી , આપણે SUSTAINABLE ENERGY તરફ પ્રયાણ કરવું પડશે 

3) હજુ 80% ભારતીયો યુવાનો ENVIRONMENT પ્રત્યે રસ ધરાવતા નથી. તેઓને આ ક્ષેત્રે કોઈ કામ કરવા ઇન્ટરેસ્ટ નથી . ત્યારે SWEDEN ,USA ના યુવાનો અત્યારથી જાગી ગયા છે અને તેમની સરકાર વિરુદ્ધ ENVIRONMENT પ્રત્યે અસરકારક પગલાં લે તે માટે વિવિધ રેલીઓ કાઢે છે 

4) શાળા શિક્ષણ થી હજુ જોઈએ તેટલા પ્રમાણમાં ENVIRONMENT AWARENESS માટેનું TEACHING આપતા નથી તેમજ આપતા હોય તો તેનો વ્યવહારમાં કેવી રીતે ઉપયોગ કરવો તેની સમજ નથી .

5) ENVIRONMENT ENGINEER કે ENVIRONMENT SCIENCE જેવી ડિગ્રીઓ નામ ની છે . યુવાનો ફક્ત પોતાના ઊંચી સેલેરી પર  ધ્યાન  આપે છે પરંતુ આપના શહેર માં કેટલીક ENVIRONMENT REGARDS સમસ્યા છે તે માટે હજુ કોઈ વિચારો કે SKILLS નથી . તે માટે લીધેલું શિક્ષણ ત્યાં તેનો ઉપયોગ કરતાં નથી . 

6) હજુ સરકાર રાજકારણ ને લઈ ENVIRONMENT ને તેમાં ઘસી લાવે છે. ઘણા ઓછા  રાજકારણી ને ENVIRONMENT પ્રત્યે રસ હશે . 


"મારી એટલી વિનતિ છે કે મિત્રો જાગી જાવો , હજુ કોરોના જેવી મહામારી અને તૌક્તે જેવા વાવાઝોડા વોર્નિંગ કે સંકેત તરીકે આવ્યા છે . હજુ આપની પાસે સમય છે માટે આવતી પેઢીને જાગ્રત કરીને તેમની આવતી પેઢી માટે સારું ,સ્વચ્છ ENVIRONMENT આપવું જરૂરી છે. એટલી વાર પણ ના થઈ જાય કે આપની ભાવિ પેઢી આપણને જવાબદાર ઠેરવે . "-   AMIT RANA      

   

પ્રકૃતિપ્રેમી  

અમિત રાણા 

ENVIRONMENT ENGINEER 

CONTACT NO .- 8460286892 













2 comments:

ગુજરાતનું પહેલું ઇકો વિલેજ- ધજ ગામ

વનરાજીથી શોભતુું માંડવીનું ધજ ગામ બન્યું દેશનું પ્રથમ ઇકો વિલેજ સ્માર્ટ વિલેજ, આદર્શ ગામ, ગોકુળિયું ગામ જેવા શબ્દો આપણા કાને અવા...