(વાવાઝોડા ની અસરથી વરસાદ અંકલેશ્વર માં 10:00 PM વાગે શરૂ થઈ ગયો છે )
હમણાં ગુજરાત માં આવનારું વાવાઝોડું નું નામ સોશિયલ મીડિયા માં જુદા જુદા નામોનો અર્થ કાઢી ખોટી માહિતી આપવાનો પ્રચાર ચાલી રહ્યો છે . કેટલાક સમાચાર પત્રકોમાં ટોટે , તો કેટલાક માં તાઉ તે જેવા ખોટા નામ આપી રહયા છે. કેટલીક રાજ્ય સ્તરની ન્યુઝ ચેનલોમાં પણ ખોટી માહિતી અપાય છે.
તો આ વાવઝોડા ના નામ કેવી રીતે અપાય છે તો જાણો .....
સૌરાષ્ટ્ર ઉપર "તૌકતે" નામનું વાવાઝોડું ત્રાટકવાની આગાહી થઈ છે. આ વાવાઝોડાનું નામ તૌકતે મ્યાનમારે આપ્યું છે.તૌકતેનો અર્થ છે અત્યન્ત ધોંધાટ કરતી બિનઝેરી ગરોળી જેનું નામ tokay gecko વૈજ્ઞાનિક નામ (gecko gecko ) છેે.
તૌકતે ભારતીય દરિયા કિનારા પર ત્રાટકનારૂ વર્ષ ૨૦૨૧ નું સૌથી પહેલું પ્રચંડ વાવાઝોડું છે.
વાવઝોડા ના નામ શા માટે પાડે છે ?
વાવાઝોડા ના અભ્યાસ કરવાની સરળતા રહે . તેનું નામકરણ કરવા માટે એક મોટી પ્રક્રિયા હોય છે.
વાવાઝોડા નું નામ કેવી રીતે આપે છે?
2000 સાલમાં વિશ્વ મૌસમ સાઇન્સ સંગઠન ( WMSC )ના 8 સભ્યો મળીને વાવઝોડા ના નામ પાડવાના વિચારને નક્કી કર્યું . તેમાં મ્યાનમાર ,બાંગલાદેશ ,થાયલૈંડ ,ભારત ,શ્રીલંકા , માલદીવ ,ઓમાન અને પાકિસ્તાન .હતા
2018 ની સાલમાં તેમાં બીજા 5 દેશ જોડાયા , ઈરાન ,કતાર ,સાઉદી અરેબિયા,યમન અને યુએઇ નો સમાવેશ થયો .
આ ટોટલ 13 દેશોના નામની 13 સૂચિ બનાવી પરિક્ષેત્રિય મૌસમ સાઇન્સ સંગઠન ( Regional Specialize Meterological Centre) RSMC ને મોકલે છે. જ્યારે વાવઝોડા આવવાની સ્થિતિ બને ત્યારે તો તે સૂચિ માથી આલ્ફાબેટીકલ ઓર્ડર થી એટ્લે કે અંગ્રેજી આલ્ફાબેટીકલ ઓર્ડર માં કઈ દેશનો વારો છે, તે નક્કી કરે છે. આવું ભારત માં RSMC નું કેન્દ્ર દિલ્હી માં છે
આમ 13 દેશો એ 13 નામની સૂચિ આપી હતી ત્યાર પછી IMD (INDIAN METEROLOGICAL DEPARTMENT ) 179 નામની સૂચિ બહાર પાડેલી. જેમાથી નામોની પસદંગી થઈ રહી છે.
આ વખતની નવી સૂચિમાં સૌ પ્રથમ નામ નિસરગ આપ્યું છે. નીચે ના ફોટોમાં વિગતવાર આપી છે .
ઉદાહરણ :- આલ્ફાબેટીકલ ઓર્ડર પ્રમાણે નીચેના ફોટોમાં પેહલા બાંગલાદેશ - ભારત -ઈરાન-માલદીવ -મ્યાનમાર આમ નામકરણ આપતા જાય છે .
આ વખતનું સાચું નામ તૌક્તે જોઈ લેવું ....................નીચે પ્રમાણે ફોટોમાં ....
અહી જે નામ આપવામાં આવે છે તે લિંગ ,જાતિ ને નિષપક્ષ હોવા જોઈએ . જેથી એવા નામથી કોઇની ભાવનાને ઠેષ ના પહોચે આવા નામ નાના તેમજ અંગ્રેજીના 8 આલ્ફાબેટીકલ વર્ડ્સ થી વધારે ના હોવા જોઈએ
(ઉપરોક્ત ફોટા પર ક્લિક કરી હાલમાં જોવા મળતા વાવાઝોડા નું નામ મ્યાનમારે શું આપ્યું છે તેની વિગતો)
નોંધ :- સોશ્યિલ મીડિયામાં ખોટી માહિતી ફરતી હોવાથી સાચી માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે
તોકેય લીજાર્ડ નો અવાજ સાંભળવા માટે આ લિંક જોવો
પ્રકૃતિપ્રેમી
અમિત રાણા
(એન્વાયરમેન્ટ એંજીનિયર)
CONTACT NUMBER :- 8460286892


Great information
ReplyDeleteThanks 👍😊
Delete