'તૌક્તે વાવાઝોડા ધીરે ધીરે ગુજરાત તરફ આગળ વધી રહું છે ત્યારે દરિયાકિનારે લગાવવામાં આવતા સિગ્નલ શું છે તેના માટે એક પ્રશ્ન ઊભો થયો છે આવા disaster management રૂપે દરેક નાગરિકને તેની ખબર હોવી જરૂરી છે." - AMIT RANA
કોરોના વાયરસના કહેર વચ્ચે ગુજરાત માથે વાવાઝોડાનું સંકટ આવી પડ્યું છે. દરિયાઈ તોફાન વધુને વધુ મજબૂત બની રહ્યું છે અને હવે હવાની ઝડપ પણ વધારી છે. ગઇકાલે દક્ષિણ ભારતના રાજ્યોમાં દરિયો ગાંડોતૂર બન્યો છે. અંકલેશ્વર જેવા શહેરો માં પણ ધૂળ ની ડમરી ઊડતી જોવા મળી હતી તથા ગોવા સહિતના રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદ થયો હતો જે બાદ હવે વાવાઝોડું સીધું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે ત્યારે હવે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં અત્યતં ભયજનક સિગ્નલ આપી દેવામાં આવ્યા છે.
અમરેલીના જાફરાબાદ બંદરે 10 નંબરનું સિગ્નલ લગાવાયું
વાવાઝોડાના કારણે ગુજરાતના દરિયાકિનારે ભારેથી અતિભારે પવન ફૂંકાવાની શક્યતાના કારણે અમરેલીન જાફરાબાદ બંદર પર અત્યારે 10નું સિગ્નલ આપી દેવામાં આવ્યું છે. જાફરાબાદના દરિયામાં સવારથી ભારે કરંટ જોવા મળી રહ્યો છે જેના કારણે દરિયાની આસપાસ પણ જવા પર પ્રતિબંધ છે.
વેરાવળ બંદર ઉપર 10 નંબરનું ભયજનક સિગ્નલ
અમરેલીની જેમ જ ગીર સોમનાથ પર પણ વાવાઝોડાનું મોટું સંકટ હોવાથી વેરાવળ બંદર પર પણ 10 નંબરનું સિગ્નલ આપી દેવામાં આવ્યું છે.
જાણો કયા સિગ્નલનો શું અર્થ થાય છે?
1 નંબરનું સિગ્નલ
વાવાઝોડું આવશે કે નહીં તેની ચેતવણી આપતી નિશાની. જે ઝડપી પવન થી સાવધાન રહવાનું સૂચવે છે . દરિયામાં જહાજો માટે સંકેત .
--વાવાઝોડા ની ઝડપ 60-70 km /hr
2 નંબરનું સિગ્નલ
વાવાઝોડું સક્રિય છે, દરિયામાં જતા જહાજોને સમુદ્રી બળનો સામનો કરવો પડે. low pressure area
--વાવાઝોડા ની ઝડપ 60-70 km /hr
3 નંબરનું સિગ્નલ
સપાટીવાળી હવાથી બંદર ભયમાં. કિનારો વાવાઝોડાથી પ્રભાવિત થાય છે. depression has formed
--વાવાઝોડા ની ઝડપ 40-50 km /hr
4 નંબરનું સિગ્નલ
વાવાઝોડાથી બંદર ભયમાં છે, પરંતુ ભય એવો ગંભીર જાણતો નથી, કે જેનાથી કોઈ સાવચેતીના પગલા લેવા પડે.
--વાવાઝોડા ની ઝડપ 60-70 km /hr
5 નંબરનું સિગ્નલ
સાધારણ પ્રકારનું વાવાઝોડું બંદરથી દક્ષિણ દિશા તરફ કિનારો ઓળંગવા સંભવ છે.વાવાઝોડું તોફાન માં ફેરવાઇ છે.
--વાવાઝોડા ની ઝડપ 60-80 km /hr
6 નંબરનું સિગ્નલ
સાધારણ પ્રકારનું વાવાઝોડું બંદરની ઉત્તર દિશા તરફ કિનારો ઓળંગવા સંભવ છે.
--વાવાઝોડા ની ઝડપ 60-80 km /hr
7 નંબરનું સિગ્નલ
સાધારણ પ્રકારનું વાવાઝોડું બંદરથી નજીક અથવા બંદરની ઉપરથી પસાર થવા સંભવ, બંદરને ભારે તોફાની પવનનો સામનો કરવો પડશે . બંદરો માટે ભયજનક ખતરો સૂચવે છે.
--વાવાઝોડા ની ઝડપ 60-90 km /hr
8 નબરનું સિગ્નલ
ભારે જોરવાળું વાવાઝોડું બંદરથી દક્ષિણ તરફ કિનારો ઓળંગવા સંભવ છે.
બંદરે તોફાની હવાનો અનુભવ થાય
--વાવાઝોડા ની ઝડપ 90-120 km /hr
9 નંબરનું સિગ્નલ
ભારે જોરવાળું વાવાઝોડું બંદરથી ઉતર તરફ કિનારો ઓળંગે તેવી સંભાવના . ઝડપી અને ભયજંનક આવવાની શક્યતા
--વાવાઝોડા ની ઝડપ 90-120 km /hr
10 નંબરનું સિગ્નલ
ભારે જોરવાળું વાવાઝોડું બંદર ઉપર થઈને પસાર થવાની શક્યતા છે. અતિ ભયજંક આવવાની શક્યતા
--વાવાઝોડા ની ઝડપ 120-200 km /hr
11 નંબરનું સિગ્નલ
તાર વ્યવહાર બંધ થાય. ખુબ ખરાબ હવામાનનો અનુભવ. અત્યંત ભયજનક ગણાય. all communication fails.
વાવાઝોડા ની ઝડપ 200 km /hr
ગુજરાતથી 250 થી 300 કિલોમીટર દૂર છે `તૌકતે'
સોમવાર સવારની પરિસ્થિતિ મુજબ વાવાઝોડું ગુજરાતથી દૂર દરિયામાં 250થી 300 કિમી દૂર છે અને આજે સાંજથી જ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવનની શરૂઆત થઈ જાય તેવી આશંકા છે અને વહેલી સવારે વાવાઝોડું ગુજરાતના જિલ્લાઓમાં પસાર થશે. જેમાં પોરબંદર, અમરેલી તથા મહુવાથી આ વાવાઝોડું પસાર થતાં ત્યાં સૌથી વધારે અસર જોવા મળી શકે છે.
વાવાઝોડાની અસરને પગલે સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાત માં ભારે વરસાદની આગાહી
હાલની પરિસ્થિતિ મુજબ વાવાઝોડું આવતીકાલ સવાર સુધીમાં ગુજરાત પહોંચી શકે છે. વાવાઝોડું પોરબંદર, અમરેલી તથા મહુવા વચ્ચેથી પસાર થઈ શકે છે. વાવાઝોડાની અસરના પહેલ આખા સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ પડી શેક છે. વાવાઝોડાની અસર સોમવારે સાંજથી દેખાવાની શરૂ થઈ જશે. સાથે આખા ગુજરાતમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે.
1 signal
2 signal
3 signal
4 signal
above four for warning
5 signal
6 signal
7 signal
above three for danger
8
9
10
11
above four for very very danger
નોંધ :- ઉપરોક્ત માહિતી નાગરિકો માટે જાણવી જરૂરી છે.
પ્રકૃતિપ્રેમી
અમિત રાણા
Contact no:- 8460286892

No comments:
Post a Comment