Monday, 25 December 2023

હજારો કિલોમીટર ની મુસાફરી કરી સીગલ પક્ષીઓ ભરૂચના મેહમાન બન્યા.

👉હજારો કિલોમીટર ની મુસાફરી કરી સીગલ પક્ષીઓ ભરૂચના મેહમાન બન્યા.

👉સાઇબિરિયથી અંદાજે આશરે 5000 કિલોમીટર નું અંતર કાપી ભરૂચમાં મહેમાન બન્યા.પક્ષીઓનો કલરવ નિહાળવાનો નઝારો શહેરમાં ભાગ્યે જ જોવા મળતો હોય છે.ત્યારે હજારો માઈલ દૂરથી ઊડીને આવતાં અવનવાં પક્ષીઓને નિહાળવાનો લ્હાવો ભરૂચના ઘરઆંગણે મળ્યો છે. ગુજરાતનો પ્રદેશ વિદેશી પક્ષીઓ માટે સાનુકૂળ અને
સુરક્ષિત સ્થળ હોવાથી શિયાળાની ઋતુમાં અહીં યાયાવર
પક્ષીઓ મોટી સંખ્યામાં ઉમટી પડે છે. છીછરી જળરાશિ ધરાવતા જળપ્લાવિત વિસ્તારોમાં મોટા પ્રમાણમાં આ પક્ષીઓ રોકાય છે. ઉત્તર ધ્રુવમાં કાતિલ શિયાળાની ઋતુ પૂર્ણ થતાં જ આ પક્ષીઓ પુનઃ પોતાના માદરે વતન તરફ
પ્રયાણ કરે છે. આ પક્ષીઓ સૂર્ય અને ચંદ્રની સ્થિતિ જોઈને
પોતાના જે – તે સ્થાન પર પહોંચતા હોય છે.

🔸ગુજરાતી માં તેને ઘોમડો કહે છે
 🔸શિયાળાની ઋતુમાં ગુજરાત રાજ્યમાં સ્થળાંતર કરીને આવતી પ્રજાતિઓ ભૂરો ધોમડો, શ્યામશિર ધોમડો, ગુલાબી ધોમડો, પીળા પગવાળો ધોમડો વગેરે છે.
🔸ધોમડો એ એક દરિયાઈ પક્ષી છે. આ પક્ષી મોટે ભાગે સફેદ અથવા તપખીરિયા રંગના હોય છે, જેમાં જુદી જુદી પ્રજાતિઓમાં અલગ અલગ રીતે માથા,પાંખો કે પૂંછડીના ભાગમાં કાળો રંગ ઓછાવત્તા પ્રમાણમાં જોવા મળે છે. કાગડા કરતાં સહેજ મોટા કદનાં આ પક્ષીનું શરીર ભરાવદાર અને પાંખો પહોળી હોય છે. ધોમડાની કેટલીક પ્રજાતિઓ સ્થાયી હોય છે, જ્યારે કેટલીક પ્રજાતિઓ યાયાવર એટલે કે ઋતુ પ્રમાણે સ્થળાંતર કરતી હોય છે. શિયાળાની ઋતુમાં ગુજરાત રાજ્યમાં સ્થળાંતર કરીને આવતી પ્રજાતિઓ ભૂરો ધોમડો, શ્યામશિર ધોમડો, ગુલાબી ધોમડો, પીળા પગવાળો ધોમડો વગેરે છે.દરિયા કિનારે આ ખતરનાક સફેદ પક્ષીની દહેશત, લોકોના માથામાં જોરથી ચાંચ મારી લોહી કાઢે છે.ઓસ્ટ્રેલીયાથી મોટી સંખ્યામા સીગલ પક્ષી અહીં શિયાળો ગાળવા માટે આવે છે. 
ગુજરાતીમાં તેને ધોમડા પણ કહે છે. સીગલના બે ગ્રુપ હોય છે, જેમાં નાના સીગલ અને મોટા સીગલ, જેમાં નાના સીગલના પણ ત્ર્ાણ પ્રકાર છે, બ્લેકહેડ જેનું માથું કાળુ હોય છે તથા બ્રાઉન હેડેડ જેનું માથું બદામી હોય છે તથા સ્લેન્ડર જેની ચાંચ વાંકી હોય છે. જ્યારે મોટા સીગલમાં પલાસીસ ગલ બ્લેકહેડ જેનું કદ મોટું અને માથું કાળું હોય છે. લેઝર બ્લેક ગલ, કાસ્પિયન ગલ વગેરે તેના પ્રકાર છે. સામાન્ય રીતે સીગલનો ખોરાક માછલી છે, તેઓ તરી શકે છે અને કિનારે રહીને માછલીનો શિકાર પણ કરે છે. 

🔸પર્યાવરણ પ્રેમી અમિત રાણા એ જણાવ્યું હતું કે લોકો પુણ્યની દ્રષ્ટિએ આ સીગલ પક્ષીઓને ગાંઠિયા ખવડાવે છે. જે આ પક્ષીઓ માટે ખૂબ જ હાનિકારક છે, ગાંઠિયાના કારણે આ પક્ષીઓની પાચન સિસ્ટમને નુકશાન થાય છે અને આ પક્ષીઓની પ્રજનન ક્ષમતામાં પણ ઘટાડો નોંધાય છે.ઘણીવાર વધુ ગાંઠિયા ખાવાના કારણે પાચનતંત્ર્ા નબળું પડવાથી ઉડવામાં પણ તકલીફ પડે છે.

🔸સીગલ પક્ષીઓ ઉત્તર ધ્રુવના અલગ-અલગ દેશોમાંથી ભારત આવે છે, જેમાં ઉત્તર-પશ્ચિમ અને ઉત્તર-પૂવર્ીય વિસ્તારોમાંથી મોંગોલિયા તુર્કમેનિસ્તાન રસિયા સહિતના દેશોમાંથી સપ્ટેમ્બરથી ડિસેમ્બર સુધીમાં ભારત આવી જાય છે અને માર્ચ એપ્રિલ સુધી ગુજરાતમાં રહે છે અને ફરી તેના વતન પરત જાય છે. યાયાવર પક્ષીઓમાં સીગલ પક્ષીઓ ગુજરાતમાં કે ભારતમાં માળો બનાવતા નથી, અહી માત્ર્ા શિયાળો પસાર કરવા આવે છે


ભરૂચમાં " *પર્યાવરણ* ક્ષેત્રે" ( *Environment* 🌱🌽🌳🌿 *Field* ) બાબતે કોઈપણ વ્યક્તિને, વિદ્યાર્થીને , કૉલેજ સ્ટુડન્ટ કે પ્રકૃતિ પ્રેમીને કોઈ પ્રશ્ન હોય કે કોઈ ગાઈડન્સ જોઈતું હોય તો તેમજ કોઈ શાળામાં પ્રોજેક્ટ ની માહિતી કે પ્રાણી અને પક્ષી વિશેની માહિતી જોઈતી હોય તો અમોને સંપર્ક કરે:- 👇

🌱 *Amit Rana* 🌱
👉Environment Engineer
 👉President, Paradise India, NGO.
👉 WeCanWin( For cancer )Organisation- Owner.
👉 Writer. 🖋️
👉 Businessman🚗

 *Contact Number* :- 9106743386 🤙 📱

 *Paradise India,* Ankleshwar.

YouTube પર આ વીડિયો જોવાની લીંક

No comments:

Post a Comment

ગુજરાતનું પહેલું ઇકો વિલેજ- ધજ ગામ

વનરાજીથી શોભતુું માંડવીનું ધજ ગામ બન્યું દેશનું પ્રથમ ઇકો વિલેજ સ્માર્ટ વિલેજ, આદર્શ ગામ, ગોકુળિયું ગામ જેવા શબ્દો આપણા કાને અવા...