Saturday, 15 May 2021

Efforts by Me to save Endangered Sparrow ( લુપ્ત થતી જતી ચકલીઓ માટે મારા દ્વારા બચાવવાના પ્રયાસો)


"Keep a Green Tree in your 
heart and perhaps a singing bird will come. "

 એક સમય હતો કે જ્યારે ચકલી ની ચી ચી ના અવાજ થી લોકોની સવારની ઊંઘ ઊડી જતી હતી.નહની અને પ્યારી ચકલીનો અવાજ આપણને સવાર થયા નો અહેસાસ કરાવતી આવી છે.પરંતુ આજે આપણે ચકલીઓ ના આશિયાના ને ઉજાળી દીધા છે અથવા એમ કહીએ કે માનવ જાત ને ચકલી ની કોઈ ફીક્ર જ નથી રહી આપણા જેમ આ ચકલી ઓ ના પણ ઘર હોય છે. 


આજે ચકલી નું અસ્તિત્વ અંધારામાં છે. ઘરની ચકલી કહેવાતી આ ચકલી માટે કોઈ ઘર જ નથી. હજારોની સંખ્યામાં રહેતી ચકલી આજ ગણી ચુની બચી છે પરંતુ લુપ્ત થતી ચકલીઓ ને બચાવવા Paradise India NGO દ્વારા એક નવી પહેલ કરવામાં આવી છે. જેમાં આપણે ચકલી માટે ઘરની વ્યવસ્થા કરીએ આપણા ઘરની અગાસીમાં, કાર પાર્કીંગની જગ્યાએ અથવા પતરાંના છેડ નીચે આપણા ઘરમાં ખાલી ચંપલ ના બોક્ષ અથવા પૂંઠાના બોક્ષને સેલોટેપ લપેટીને તારથી બાંધી દેવું જયા કાગડા, સાપ, બિલાડી  જેવા પરભક્ષીથી ચકલી અને તેના બચ્યાનું રક્ષણ કરી શકાય. ચકલી અને પક્ષીઓને રહેવા માટે સુરક્ષિત ઘર આપો 




ચકલી એક એવું પક્ષી છે જેને જોઈ ને આપણે બધા મોટા થયા છીએ. ઘર ના આગણામાં સવાર થી સાંજ સુધી ચી ચી કરતી હતી. આ ચકલી જેને જોઈને આપણું બચપણ વીત્યું તે આજે મુશ્કેલીથી જોઇ શકાય છે. ક્યાં ગાયબ થઇ ગઇ આ સ્ફૂર્તિલી ચકલી ? શું ચકલી ના ગાયબ થવા માં આપણે માણસો જવાબદાર છીએ ? પૌરાણિક માન્યતા ને આધારે ચકલી એક શુભ પક્ષી છે જે ઘર આંગણે ચકલી ચહ ચહાતી રહે ત્યાં સુખ સમૃધ્ધિ અને શાંતિ બની રહે છે.


 આવો આપણે સાથે મળીને ચકલી માનવ જીવન અને ખેડૂતો અને પર્યાવરણ માટે શુ ઉપયોગી છે એના વિશે ગહન અધ્યન કરીએ. 20 માર્ચ ના દિવસ ને વિશ્વ ચકલી (ગૌરેયા) દિવસ તરીકે મનાવવામાં આવે છે જેથી કરીને લોકો આ પક્ષી ના બચાવ માટે જાગૃત થઈ શકે.

ચાલો ચકલી બચાવીએ , ખેડૂત ને સમૃદ્ધ બનાવીએ અને આરોગ્યપ્રદ ખોરાક મેળવીએ.


ચકલી જ્યારે તેના ઈંડા મૂકે ત્યારે તેને પ્રોટીન યુક્ત ખોરાકની જરૂર પડે છે. અને જયારે તેના બચ્ચયા થાય છે તયારે બચ્ચયા ઝડપી વિકાસ માટે ઉચ્ચતમ પ્રોટીન યુક્ત ખોરાક આપવો પડે છે. જેથી ચકલી સવારથી સાંજ સુધી ખેતરોમાં ખેડૂત ના પાક ને નુકશાન કારક તત્વો જેવા કે ઈયળ , તીડ ને પોતાનું ભોજન બનાવે છે અને તેના બચ્ચયાને પણ ખવડાવે છે.

જેનાથી ખેડૂતો ના પાક ને નુકશાન કરતાં તત્વો નિયંત્રણ માં રહે છે અને ખેડૂતો ને ઈયળ , તીડ ને મારવા માટે વાપરવા પડતા ઝહેરી કેમિકલ વાપરવા ની જરૂર પડતી નથી જેનાથી ખેડૂતોને પાક ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થાય છે અને પાક ઉત્પાદન માં વધારો થાય છે. જેથી કરીને માનવને  આરોગ્યપ્રદ ખોરાક મળશે. અને આપણા દેશમાં કેમિકલ્સ મુક્ત સજીવ ખેતીને પ્રોત્સાહન મળશે.


પંખીઓ ક્યાં ભણ્યા હશે ? 
જે એક સાથે સહુ ઊંચે ચડે છે, 
માણસો ક્યાં ભણ્યા હશે ? 
જે આગળ વધતાને અચૂક નડે છે,

પંખીઓ ક્યાં ભણ્યા હશે ? 
જે માળામાં તણખલા જડે છે,
 માણસો ક્યાં ભણ્યા હશે ? 
જે પરિવારના ને જ નડે છે,

પંખીઓ ક્યાં ભણ્યા હશે ? 
જે સાંજે એકમેકને મળે છે, 
માણસો ક્યાં ભણ્યા હશે ? 
જે અડધી રાતે રખડે છે,

પંખીઓ ક્યાં ભણ્યા હશે ? 
જેમનું જીવન થડે થડે છે, 
માણસો ક્યાં ભણ્યા હશે ? 
જે તરુવરને પણ નડે છે,

પંખીઓ ક્યાં ભણ્યા હશે ? 
જો સારસ મરે તો સારસી રડે છે, 
માણસ ક્યાં ભણ્યા હશે ? 
જે મર્યા પછી પણ ભૂત થઈ નડે છે..

પર્યાવરણની સુરક્ષાને સમાજ ના રીત રિવાજ સાથે જોડો


પર્યાવરણની જાળવણી માટે હવે માનવ જાતે કટિબદ્ધ થઈ ને કામ કરવાની જરૂર છે. પર્યાવરણ જાળવણી માટે હવે ફક્ત સરકારી રાહે કામ કરવું પૂરતું નથી એટલે જ સંપૂર્ણ માનવજાતે નૈતિક જવાબદારી સમજી પર્યાવરણની જાળવણી ની દીશા માં મહત્ત્વની ભૂમિકા ભજવવી પડશે.

(1) આપણા ઘરે બાળક નો જન્મ થાય ત્યારે આપણા આનંદ નો પાર નથી રહેતો એવા સમયે આપણે હર્ષોલ્લાસ ની સાથે ચકલીના ઘર બનાવડાવવાનો સંકલ્પ કરીએ.
(2) આપણા ઘરે ઉજવાતા જન્મ દિવસ, લગ્ન પ્રસંગ અને નાનાંમોટાં સામાજિક કૌટુંબિક પ્રસંગો સાથે ચકલીના ઘર બનાવડાવવાનો સંકલ્પ કરીએ.
(3) જ્યારે પણ આપણા ઘરના ઉંમર લાયક સભ્યનું મૃત્યું થાય તો તેમની આત્માની શાંતી માટે આપણે અનેક કામ કરીએ છીએ તો પછી આપણે ચકલીના ઘર બનાવડાવવાનો સંકલ્પ કરીએ અને સાચા અર્થમાં શ્રદ્ધાજંલી અર્પણ કરીએ.
(4) જ્યારે પણ સારી નૌકરી મળે નૌકરીમાં સારું પ્રમોશન મળે. ધંધા રોજગાર માં સારો ફાયદો થાય. આપણા જીવનમાં મળતી દરેક સફળતામાં ચકલીના ઘર બનાવડાવવાનો સંકલ્પ કરીએ.



મારા દ્વારા ઘરે ચકલી ઘર મૂકવાના પ્રયાસો 










ગામના ચૌરે ચી ચી કરતી ચકલી,
મીઠા મધુરા ગીત ગાતી ચકલી,
હરા ભરા વૃક્ષો પર ફુદકતી ચકલી.
હર પલ યાદો માં રહેતી ચકલી,
હું નાની બકુડી ચકલી, 
મારું જીવન સંકટ માં છે.
હે માનવ મારી મદદ કરો,
હે માનવ મારી રક્ષા કરો.

આ  સંસ્થા દ્વારા  ચકલીના માળા નું વિતરણ  કરી  લોકોને પ્રોત્સાહિત કર્યા 



આપણા પરિવાર માટે દુનિયા ની મોંઘાં માં મોંઘી વસ્તુઓ ખરીદી શકાય પરંતુ શુધ્ધ હવા માટે તો આપણે આપણી પૃથ્વી ને પ્રદુષણ થી બચાવવી પડશે તેથી એન કેન પ્રકારે આપણી આવનારી પેઢી માટે મદદરૂપ થઇ ને પર્યાવરણ ને બચાવવા માટે એક પ્રયાસ કરીએ.



આથી જ પર્યાવરણ અને વૃક્ષો અને  પક્ષીઓની રક્ષા અને વિકાસ હેતુ Paradise India NGO ની સ્થાપના કરવામાં આવી છે. પ્રકૃતિએ મનુષ્ય ને ઘણું બધું આપ્યું છે પરંતુ મનુષ્યએ પ્રકૃતિનો વિનાશ કરવામાં પાછું વળીને જોયું નથી તેથીજ હવે આપણી આવનારી પેઢી માટે એક પ્રદુષણ મુક્ત વિશ્વના નિર્માણ માટે સહયોગી થઈએ. ઉદાર હાથે તન, મન અને ધન થી Paradise India NGO ને મદદરૂપ થવા વિનંતી.


1)  AXIS Bank

Name = AMIT M RANA

A/c No = 914010048093865

Branch = ANKLESHWAR GIDC Branch

IFSC = UTIB0000458


2)  Google Pay No. - 8460286892


મારી કેટલીક YOUTUBE પરના વિડિયો ની લિન્ક :-

1) https://youtu.be/Hq7qHh1z4ok ( નાનું ચકલી નું કિડ્સ )
2) https://youtu.be/ELRsrefyKCQ ( ચકલી એ મારા ઘરે માળો બનાવ્યો )
3)https://youtu.be/mM0V6260Q2w ( ચકલીનું બચચું નું રેસ્કુય કામ ) 



" આ  જન્મ ઘણો કિમતી છે , કોઇ મૂંગા પક્ષીઓ માટે કઈ કરીને જવું છે "
- AMIT RANA 



પ્રકૃતિપ્રેમી 
અમિત રાણા 
Contact no :- 8460286892 


No comments:

Post a Comment

ગુજરાતનું પહેલું ઇકો વિલેજ- ધજ ગામ

વનરાજીથી શોભતુું માંડવીનું ધજ ગામ બન્યું દેશનું પ્રથમ ઇકો વિલેજ સ્માર્ટ વિલેજ, આદર્શ ગામ, ગોકુળિયું ગામ જેવા શબ્દો આપણા કાને અવા...