આજે વર્તમાન સમયની બે ગંભીર સમસ્યામાં પ્રદૂષણ અને કોરોના જેવી બીમારીઓ છે ત્યારે આજે સાઇકલ સ્થાન મોટરસાયકલ લઈ લીધું છે. સતત ધુમાડો ઓકતા વાહનો ના પ્રદુષણ વધારવામાં નોંધપાત્ર ફાળો છે. શાળાએ જતા છોકરાઓ થી માંડીને દરેક વ્યક્તિ પાસે પોતાનું વાહન હોય છે. એવા પણ લોકો જોવા મળે છે જે તેની અન્ય જરૂરિયાતો પર કાપ મૂકીને વાહનો પર ખર્ચ કરતા હોય છે માટે આવા પ્રદૂષણને ઓછું કરવા પરિવહન માટે સાઇકલનો ઉપયોગ કરી વાહનોનાં ધુમાડાથી થતુ પ્રદૂષણ ને અટકાવી શકાય છે અને આજે એ એક લીટરે , ૯૧ રૂપિયા ની પાસે પહોંચેલું પેટ્રોલની પણ બચત કરી શકાય છે.
અંકલેશ્વરની પર્યાવરણ સંસ્થા એવી પેરેડાઇઝ ઇન્ડિયા એનજીઓ ના સંસ્થાપક અને સભ્ય એવા અમિત રાણા પણ તેમની સંસ્થા દ્વારા લોકોને શહેરમાં સાઇકલ ચલાવવા પર ભાર આપે છે. તેમના દ્વારા અંકલેશ્વર તાલુકાના જુદા જુદા ગામોમાં વહેલી સવારે સાઇકલ રાઇડ કરી તે ગામની મુલાકાત કરે છે. ત્યાં રસ્તાની આજુબાજુ ની પ્રકૃતિ અને વનસ્પતિઓ ને નિહાળી અને કિલ્લોલ કરતાં પંખીઓ નો અવાજ સાંભળી પોતાના દિવસની શરૂઆત કરે છે આમ તે પ્રકૃતિ દર્શન અને શરીરની શારીરિક કસરતની તેમની ટૂંકી સાઈકલ રાઇડ માં જ આવરી લે છે. તેમને ગાંધીજી જેવી સાદી જીવનશૈલી અને લાઇફસ્ટાઇલ બદલવા માટે આગ્રહ કરે છે.
શહેરમાં ઔધોગિક વાયુ પ્રદુષણ ઉચ્ચ સ્તરે છે ત્યારે વાહનો દ્વારા બેફામ પ્રદૂષણને અટકાવવાનો સરળ અને સસ્તો વિકલ્પ સાઇકલ છે. સરકારે પણ શહેરોમાં સાયકલનો પરિવહન માટે ઉપયોગ વધે તે દિશામાં વિચારવું જરૂરી છે.
આજે વિશ્વમાં નેધરલેન્ડ જેવા કેટલાય દેશો છે જ્યાં વાહનો કરતા વધારે સાયકલનો ઉપયોગ થાય છે ત્યાંની સરકાર અને લોકો એ વાત સ્વીકારી છે કે સાઇકલ એ પ્રદૂષણ રોકવાનું શ્રેષ્ઠ ઉપાય છે.
ધીરે ધીરે લોકો સમયના પરિવર્તન સાથે સાઈકલમાંથી વિવિધ વાહનો તરફ જવા માંડે છે આજે નાનપણની સાઈકલ હવે ભુલાતી જાય છે પણ આ સાયકલ સાથે જીવન જીવવામાં આવે તો પ્રકૃતિ સાથે સ્વાસ્થ્ય ને પણ અનેક લાભ થાય છે આ સાયકલ પ્રકૃતિનું સર્જન કરવા માટે ખૂબ મોટી ભૂમિકા ભજવે છે ને સાથે વાતાવરણને પણ લાભ થાય છે.
કોરોના કાળમાં અંકલેશ્વર શહેરના જીમ બંધ થઇ જતાં લોકોને સાઈકલ એ જ સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ ઉપાય છે તેમ યોગ્ય વિકલ્પ પસંદ કરી તેના પર ભાર આપતા થયા છે. સાયકલ લોકો માટે શોખ અને કસરતનો પણ સાધન બની ચૂકી છે. અંકલેશ્વરમાં સાયકલ ની દુકાનોમાં વેચાણમાં ૧૫થી ૨૦ ટકા જેટલો વધારો નોંધાયો છે. શહેરમાં પાતળા ટાયર અને ગીયરવાળી સાઇકલ ની માંગ વધી છે. જેની એવરેજ કિંમત 15 થી 20 હજાર જેટલી થાય છે.અંકલેશ્વરની દુકાનોમાં પણ 8 હજારથી લઈને એક લાખ સુધીની સાયકલો જોવા મળે છે.
" આજે શહેરમાં વધી રહેલા પ્રદૂષણ અને વધતા જતા પેટ્રોલના ભાવ સામે સાયકલ યોગ્ય વિકલ્પ છે, ત્યારે શાળા સંચાલકો એ મોટરબાઈક લઈને આવતા વિદ્યાર્થીઓ અને યુવાનોને સાઇકલ તરફ પાછા વળવા પ્રેરિત કરવા જોઈએ તેમજ શાળાઓ દ્વારા અને માતા-પિતાઓએ પોતાના સંતાનો માટે સાઇકલ ચલાવવા પર ભાર આપવા કહેવું જોઈએ તો જ આપણે ગ્લોબલ વોર્મિંગ અને જળવાયુ પરિવર્તન જેવી પર્યાવરણીય સમસ્યાઓ સામે લડી શકીશું."
- અમિત રાણા ( એન્વાયરમેન્ટ એન્જિનિયર)
No comments:
Post a Comment